પુલવામાં : પુલવામાં પોતાના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હૂમલા બાદ સીઆરપીએફ દ્વારા હવે વધારે સતર્કતા વર્તવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે અર્ધસૈનિક સુરક્ષાદળે મૂવમેંટ દરમિયાન નવા ફિચર્સ અને નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો હશે. રવિવારે સીઆરપીએફનાં ડીજી આર.આર ભટનાગરે કહ્યું કે, અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરમાં પરિવર્તન લેવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રમાં મોદી સરકાર આવતાની સાથે જ મધ્યપ્રદેશમાં ભાંગી પડશે કોંગ્રેસ સરકાર !

કાશ્મીર ખીણમાં પોતાની બે દિવસની મુલાકાત બાદ સીઆરપીએફનાં ડીજીએ કહ્યું કે, કાશ્મીર આવવા અને જવા દરમિયાન અમે કાફલાની મૂવમેંટમાં નવા ફિચર્સનો સમાવેશ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ વિસ્ફોટકોથી લદાયેલી એક કારને આત્મઘાતી આતંકવાદી સીઆરપીએફનાં કાફલાને વચ્ચે લાવીને વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટનાં કારણે 40 જવાન શહીદ થઇ ગયા હતા. 


પુલવામા કાવત્રા માટે આખી ટીમ જરૂરી, સુરક્ષામાં પણ હતી ખામી: RAW પૂર્વ ચીફ

કાફલો પસાર થવા દરમિયાન ટ્રાફીક કંટ્રોલ સાથે જ તેમના ટાઇમિંગમાં પણ પરિવર્તન કરવામાં આવશે. તેમના અટકવાનાં સ્થાન અને મૂવમેંટ મુદ્દે સુરક્ષા દળો જેમ કે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સાથે સમન્વય સ્થાપિત કરીને કામ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હૂમલા બાદ સ્થિતીની માહિતી મેળવવા માટે ખીણ પહોંચેલા ગૃહમંત્રી રાજનાથસિંહે પણ કહ્યું હતું કે, હવે સુરક્ષાદળોનો કાફલો પસાર થતા સમેય સામાન્ય ટ્રાફીકને અટકાવવામાં આવશે.