કેન્દ્રમાં મોદી સરકાર આવતાની સાથે જ મધ્યપ્રદેશમાં ભાંગી પડશે કોંગ્રેસ સરકાર !
મધ્યપ્રદેશની કમલનાથની આગેવાનીમાં બે મહિના પહેલા બનેલી કોંગ્રેસ સરકારની સ્થિરતા અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે રવિવારે સવાલ ઉઠાવ્યા.
Trending Photos
ઇંદોર : મધ્યપ્રદેશની કમલનાથની આગેવાનીમાં બે મહિના પહેલા બનેલી કોંગ્રેસ સરકારની સ્થિરતા અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે રવિવારે સવાલ ઉઠાવ્યા. તેમણે દાવો કર્યો કે જો આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ફરી એકવાર એનડીએ સરકાર બને છે તો, તેની બે-ત્રણ મહિનાની અંદર પ્રદેશની કોંગ્રેસ આપોઆપ પડી ભાંગશે.
લોકસભા ચૂંટણીની તૈયારીઓ મુદ્દે ભાજપ સમ્મેલનમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા સિંહે કહ્યું કે, મને દેખાઇ રહ્યું છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર વધારે ટકી શકે તેમ નથી. આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં મોદી સરકાર બન્યાનાં ગણત્રીનાં સમયમાં મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર બનશે. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યાનાં 2-3 મહિનામાં રાજ્યની કોંગ્રેસ સરકાર આપોઆપ પડી ભાંગશે. ફરી અહીં ભાજપનો ધ્વજ લહેરાશે.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
સિંહે આરોપ લગાવ્યો કે, ખેડૂતો અને અન્ય તબક્કાના લોકોને ખોચા વચનો આપીને 15 વર્ષ બાદ રાજ્યમાં કોંગ્રેસ સરકારમાં આવી. જનતાએ રાજ્યમાં કોંગ્રેસને જોકે પોતાની પુર્ણ બહુમતી નથી આપી. પરંતુ આ પાર્ટીની લૂલી-લંગડી સરકાર પરિસ્થિતીવશ બની ગઇ છે. કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ જો કે તેમણે ગુલાટી મારતા કહ્યું કે, મારા કહેવાનો અર્થ છે કે અંતર્વિરોધથી ઘેરાયેલી સરકાર લાંબુ ટકી નહી શકે અને તે પોતાના ભારથી જ ભાંગી પડશે.
કોંગ્રેસે શું કહ્યું
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નીલાભ શુક્લાએ કહ્યું કે, સિંહનું નિવેદન દર્શાવે છે કે ચૂંટણી હારવાનાં કારણે કુંઠીત ભાજપ દરેક પ્રકારની જોડતોડની રાજનીતિ કરી રહ્યું છે. તે અમારી સરકારને અસ્થિર કરવા માટેના ભરપુર પ્રયાસો કરી રહ્યું છે. જો કે ભાજપ સારી રીતે સમજે છે કે તે પોતાના નાપાક મનસુબાઓમાં પાર નહી પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે