નવી દિલ્હી : દીપિકા પાદુકોણ અને કેપ્ટન કુલન મહેન્દ્ર સિંહ ધોનીનો એક ડાન્સ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ હ્યો છે. પહેલીવાર દીપિકા પાદુકોણ જીયોનાં આઇપીએલ એન્થમ સોન્ગ ધન ધના ધન પર ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ક્રિકેટ ફેન્સનાં માટે આ વીડિયોમાં દીપિકાની સાથે તાલ મિલાવતા પોતાની પસંદગીની ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને જોવા ઘણા રસપ્રદ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલીવાર બોલિવુડ અભિનેત્રી ગ્લેમરની સાથે આઇપીએસ કોમર્શિયલમાં જોવા મળી છે. દીપિકા પાદુકોણએ આ એડમાં ગોલ્ડન બ્લેક ડ્રેસ પહેરેલો છે. આ ડ્રેસને હાઇ બ્લેક બુટ સાથે કંપ્લીટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને દિપીકા લવ્ઝ નામનાં ઇન્સ્ટાગ્રામ પેઝ પર શેર કરવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએલની શરૂઆત 7 એપ્રીલથી થઇ ચુકી છે. આઇપીએલનાં ઉદ્ધાટન સમારોહમાં રૂત્વીક રોશ, વરૂણ ધવન, જેકલીન, તમન્ના ભાટીયાનાં ડાન્સ પર્ફોમન્સ સાથે થયું હતું. આ ઇવેન્ટમાં પહેલા રણવીર સિંઘ પણ પાવરપેક પર્ફોમન્સ આપવાનો હતો જો કે શુટિંગ દરમિયાન ખભામાં થયેલી ઇજાનાં કારણે તેણે આ શો કેન્સલ કરી દીધો હતો. રિપોર્ટો અનુસાર રણવીરને પોતાનાં 5 મિનિટનાં પર્ફોમન્સ માટે 5 કરોડ રૂપિયા મળવાનાં હતા.