નવી દિલ્હી: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ને એક લાખ કરોડ રૂપિયાના સરકારી ઓર્ડર આપવાના મામલે રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આમને-સામને છે. સરકારના નિવેદન અનુસાર એચએએલને એક લાખ કરોડ રૂપિયાના ઓર્ડર આપવામાં આવ્યો છે. તેના પર રાહુલ ગાંધીએ રક્ષામંત્રી પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે રક્ષામંત્રી સદનમાં તેમના નિવેદનનું સમર્થનમાં તેઓ દસ્તાવેજ હાજર કરે અથવા રાજીનામું આપે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 20 મીનિટ મોડા પડ્યા તો સ્ટેશનમાં નહીં મળે અન્ટ્રી, છૂટી જશે ટ્રેન


રાહુલ ગાંધીના સવાલ પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે પ્રહાર કરતા કહ્યું કે કૃપા કરીને સંપૂર્ણ રિપોર્ટ વાંચો. લોકસભાના રેકોર્ડમાં આ વાત સંપૂર્ણ રીતે એવી છે કે આ ઓર્ડર પર હજુ સુધી સહી કરવામાં આવી નથી. તેના પર કામ ચાલી રહ્યું છે. રક્ષામંત્રી સીતારામને એક પત્ર ટ્વિટ કરતા લખ્યું કે શરમની વાત છે કે કોંગ્રેસ અધ્યક્ષ સમગ્ર દેશમાં ગેરસમજ ઉભી કરી રહ્યાં છે. 2014થી 2018ની વચ્ચે એચએએલની સાથે 26570.8 કરોડના કોન્ટ્રાક્ટ પર સહી કરવામાં આવી હતી. 73000 કરોડના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. શું હવે રાહુલ ગાંધી સંસદમાં દેશથી માફી માગશે.


કોંગ્રેસે પહેલા CBI સામે રજૂ કર્યા, હેવ ભાજપે રંગ બતાવ્યો: અખિલેશ યાદવ


મીડિયાની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરંક્ષણ ક્ષેત્રે એક સરકારી કંપની એચએએલ નાણાકીય સંકટ સામે લડી રહી છે અને તેમના કર્મચારીઓને પગાર આપવા માટે ઉછીના નાણા લેવા માટે મજબૂર છે. વિપક્ષી દળે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમને ફ્રાંસની સાથે રાફલ લડાકુ વિમાન ડીલ અંતર્ગત એચએએલને એક ઓફસેટ કરારથી વંચિત રાખવામાં આવી છે. સરકાર આ આરોપને નકારી રહી છે.


વધુમાં વાંચો: પંજાબ: 2019ની ચૂંટણી પહેલા જ AAPને મોટો આંચકો, MLA સુખપાલ સિંહ ખૈરાએ આપ્યું રાજીનામું


ભાજપ નીત એનડીએ સરકારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તેમણે તેમના શાસનકાળમાં એચએએલને સમર્થન નથી કર્યું અને સરકાર હવે રક્ષા ક્ષેત્રે સાર્વજનિક ઉપક્રમને મજબૂત કરી રહ્યાં છે. ગાંધીએ ટ્વિટ કર્યું કે, જ્યારે તમે જૂઠ્ઠું બોલો છો, તો તેમના સમર્થનમાં તમારે વધુ જૂઠ્ઠું બોલવું પડશે. રાફેલ પર પ્રધાનમંત્રીના જૂઠાણુંને બચાવવા માટે, સંરક્ષણ પ્રધાનએ સંસદમાં જૂઠ્ઠું બોલ્યા. તેમણે કહ્યું કે, કાલે રક્ષામંત્રી સંસદમાં એચએએલના એક લાખ કરોડ રૂપિયાના ઓર્ડર આપવાના દસ્તાવેજો હાજર કરે અથાવા રાજીનામું આપે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે પોતાના સૂટ-બૂટ વાળા મિત્રોની મદદ કરવા માટે એચએએલને નબળી કરી છે.
(ઇનપુટ ભાષા)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...