નવી દિલ્હીઃ અસોલ્ટ રાઇફલ, આર્ટિલરી ગન, રડાર, હળવા જંગી હેલિકોપ્ટર, આ તે રક્ષા સાધનોની યાદીમાં છે જે ભારત થોડા મહિના પહેલા સુધી બીજા દેશો પાસેથી મંગાવતું હતું. પરંતુ રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલું ભરતા ભારતે એવા 101 રક્ષા સાધનોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનો મતલબ તે નથી કે આપણી સેનાને હવે આ સાધનો નહીં મળી શકે. પરંતુ ભારત હવે પોતાની જરૂરીયાતના આ સાધનો અને હથિયારો ખુદ બનાવશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર આ પ્રતિબંધ તબક્કાવાર ડિસેમ્બર 2025 સુધી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસેમ્બર 2020થી 69 ઉપકરણોના આયાત પર પ્રતિબંધ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી. મહત્વનું છે કે લૉકડાઉન દરમિયાન પોતાના એક સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 મે 2020ના આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું હતું. પીએમ મોદીની આ અપીલ પર કામ કરતા સૈન્ય મામલાના મંત્રાલય (DMA) અને રક્ષા મંત્રાલયે 101 સામાનોનું લિસ્ટ બનાવ્યું છે અને તેની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. 101 સાધનો અને હથિયારોની યાદીમાંથી 69ની આયાત પર તો ડિસેમ્બર 2020થી જ પ્રતિબંધ લાગી જશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube