નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ હવે લેહ-લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. ધીરે ધીરે પ્રદેશમાં સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો હટવાના શરૂ થઈ ગયા છે. જમ્મુના પાંચ જિલ્લાઓમાં મોબાઈલ સેવા પૂર્વવત થઈ છે. કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ દૂર થયા બાદ દેશના કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગુરુવારે લદ્દાખ પહોંચ્યાં. રાજનાથ સિંહે અહીં કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની સાથે જવાનો પણ હાજર રહ્યાં હતાં. રાજનાથ સિંહે આ દરમિયાન ખેડૂતો, જવાનો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સરાહનીય કામ કરનારા લોકોને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે "હું પાકિસ્તાનને પૂછવા માંગુ છું કે કાશ્મીર પાકિસ્તાનનું હતું જ ક્યારે કે તેને લઈને તે રોકકળ મચાવી રહ્યું છે? પાકિસ્તાન બની ગયું તો અમે તમારા અસ્તિત્વનું સન્માન કરીએ છીએ। આ મામલે પાકિસ્તાનને કોઈ જગ્યા નથી."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિટ રહેશો તો સફળતાની સીડી ચઢી શકશો, બોડી ફિટ તો માઈન્ડ હિટ: પીએમ મોદી


કાર્યક્રમ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના સિયાચિન પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે મેં મંત્રાલય સંભાળ્યા બાદ સિયાચિનના હાલાત જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમનું કામ જોઈને મારો જુસ્સો વધ્યો છે. કપરી પરિસ્થિતિઓમાં પણ તેમને હસતાં રહેતા જોયા, તેઓ સાધારણ માણસ નથી. મેં તેમને કહ્યું કે હું પાછો જઈ રહ્યો છું. તમારા ઘર પર પત્ર લખીશ કે તમને મળ્યો છું અને તમે સહી સલામત છો. મેં બધાને લખ્યું કે અમને તમારા બાળકો પર ગર્વ છે. 


લદ્દાખ અંગે વાત કરતા રાજનાથ સિંહે કહ્યું કે "લદ્દાખનું વ્યુહાત્મક મહત્વ તમે બધા જાણો છો. આ સુરક્ષાની જવાબદારી જનતા અને જવાનો બંનેની બને છે અને બંને કરી રહ્યાં છે. અમારા ધ્યાનમાં હતું કે લદ્દાખનું કઈંક તો થવું જોઈએ. લદ્દાખ હવે યુનિયન ટેરિટરી બની ગયું છે. બધાએ તે માટે માગણી કરી હતી. અહીં લોકો હજુ પણ ઉત્સવ મનાવી રહ્યાં છે. 370 નાબુદી અમારું વચન હતું. અમે જનતાને દગો કર્યો નથી. અમે જનસંઘના સમયથી કહતા આવ્યાં છે કે તે થશે અને થયું. દેશમાં એક વિધાન, એક નિશાન અને એક પ્રધાન રહેશે જે અમે કરી  બતાવ્યું છે." 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...