ફિટ રહેશો તો સફળતાની સીડી ચઢી શકશો, બોડી ફિટ તો માઈન્ડ હિટ: પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ આજે અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ફિટ ઈન્ડિયા કેમ્પેઈનની શરૂઆત કરતા લોકોને તેને જન આંદોલન બનાવવાનો આગ્રહ કર્યો.  પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે અચાનક આ અભિયાનની કેમ જરૂર પડી.

ફિટ રહેશો તો સફળતાની સીડી ચઢી શકશો, બોડી ફિટ તો માઈન્ડ હિટ: પીએમ મોદી

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ફિટ ઈન્ડિયા કેમ્પેઈનની શરૂઆત કરતા લોકોને તેને જન આંદોલન બનાવવાનો આગ્રહ કર્યો.  પીએમ મોદીએ એમ પણ જણાવ્યું કે અચાનક આ અભિયાનની કેમ જરૂર પડી. તેમણે ઉદાહરણ આપીને સમજાવ્યું કે કઈ રીતે આપણે ફિટનેસ પ્રત્યે ધીરે ધીરે ઉદાસીન થતા જઈ રહ્યાં છે. તેમણે ફિટનેસ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા લોકો ઉપર પણ વ્યંગ કરતા કહ્યું કે આજકાલ આપણે ચાલીએ છીએ ઓછુ અને ગણીએ છીએ વધારે. 

ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિમમાં અભિયાનની શરૂઆત કરતા તેમણે કહ્યું કે આજે આપણે ટેક્નોલોજીના ભરોસે જીવી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે ફિટનેસ આપણા જીવનની રીતભાત, રહેણી કરણીનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું કે એ પણ સત્ય છે કે સમયની સાથે ફિટનેસને લઈને આપણા સમાજમાં ઉદાસીનતા આવી ગઈ છે. તેમણે કહ્યું કે ફિટનેસને એક ઉત્સવ તરીકે માપદંડની રીતે સ્થાપિત કરો. 

બોડી ફિટ તો માઈન્ડ હિટ
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ફિટ રહેશો તો જ સફળતાની સીડી ચઢી શકશો. બોડી ફિટ રહેશે તો માઈન્ડ હિટ રહેશે. તેમણે કહ્યું કે દેશની જનતા જ આ કેમ્પેઈનને આગળ વધારશે. તેમાં ઝીરો ઈન્વેસ્ટમેન્ટ છે પરંતુ રિટર્ન અગણિત છે. 

ચાલે છે ઓછુ, ગણે છે વધારે
પીએમ મોદીએ ટેક્નોલોજીના ભરોસે રહેતા લોકો પર  કટાક્ષ કરીને કહ્યું કે ટેક્નોલોજીએ આપણી હાલત એવી કરી નાખી છે કે આપણે ચાલીએ છીએ ચોછુ અને ગણીએ છીએ વધારે. ટેક્નોલોજી આપણને ગણીને જણાવે છે કે આજે તમે કેટલા સ્ટેપ્સ ચાલ્યાં. મોબાઈલ પર પગલાં ગણી રહ્યાં છીએ. કેટલાક લોકો ડેઈલી લાઈફમાં એટલા વ્યસ્ત છે કે ફિટનેસ પર વધુ ધ્યાન આપતા નથી અને ભરપૂર ખાઈને ડાયેટિંગ પર  ખુબ ચર્ચા કરે છે. કેટલાક લોકો મોબાઈલ પર ફિટનેસવાળી એપ ડાઉનલોડ કરવામાં સૌથી આગળ હોય છે પરંતુ થોડા દિવસ પછી જોતા જ નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો ફિટનેસ માટે ઘરમાં એક મોટું જીમ રાખે છે. પરંતુ તેની સફાઈ માટે એક નોકર પણ રાખે છે. કારણ કે પોતે ક્યારેય જાતે સાફ કરી શકતા નથી. ત્યારબાદ તેઓ તેને ભૂલી પણ જાય છે. 

કેવી રીતે થયા ઉદાસીન...ઉદાહરણ આપીને સમજાવ્યું
પીએમ મોદીએ કહ્યું કે સમય કેવી રીતે બદલાય છે તેનું એક ઉદાહરણ આપું છું. કેટલાક દાયકાઓ અગાઉ સુધી એક સામાન્ય વ્યક્તિ એક દિવસમાં 8-10 કિલોમીટર પગપાળા ચાલી લેતો હતો. જીવનમાં શારીરિક ગતિવિધિઓ સહજ રહેતી હતી. પરંતુ ટેક્નોલોજી બદલાઈ, આધુનિક સાધનો આવ્યાં અને આપણું પગપાળા ચાલવાનું અને મહેનત કરવાનું ઓછું થઈ ગયું. 

બીમારીઓથી છૂટકારા માટે પીએમ મોદીએ આપ્યો મંત્ર
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં જીવનશૈલી સંબંધિત બીમારીઓ જેમ કે ડાયાબિટિસ, હાઈ બીપી વધી રહ્યાં છે. આ  બીમારીઓ જીવનશૈલીમાં ગડબડીના કારણે આવી રહી છે. તેને ઠીક કરીને આપણે બીમારીઓને પણ ઠીક કરી શકીએ છીએ. અનેક એવી બીમારીઓ છે જે આપણે નાનકડા ફેરફાર કરીને દૂર કરી શકીએ છીએ. આવા ફેરફારનું નામ જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ છે. તેમણે કહ્યું કે આ ફેરફાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આવી રહ્યાં છે.

ચીનનું નામ લઈને જણાવ્યું..કેમ જરૂરી છે ફિટ ઈન્ડિયા
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે સમગ્ર દુનિયામાં ફિટનેસ પ્રત્યે જાગરૂકતા વધી છે. ચીનમાં હેલ્ધી ચાઈના મિશન 2030 ચાલી રહ્યું છે. ચીન તેને મિશન મોડમાં ચલાવી રહ્યું છે જેથી કરીને તેના દેશના નાગરિકો ફિટ બની શકે. ઓસ્ટ્રેલિયા પોતાના નાગરિકોની ફિઝિકલ ગતિવિધિઓ વધારવા અને આળસુ સ્વભાવ બદલવા માટે 2030 સુધી દેશના 15 ટકા નાગરિકોને આળસમાંથી બહાર લાવવાના મિશનમાં લાગેલુ છે. બ્રિટન 2020 સુધી 5 લાખ નવા લોકોને ડેઈલી વ્યાયામ સાથે જોડવાની કોશિશમાં લાગ્યું છે. અમેરિકા 2021 સુધી પોતાના 1000 શહેરોને ફ્રી ફિટનેસ અભિયાન સાથે જોડવાના કામમાં લાગ્યું છે. જર્મનીમાં ફિટ ઈન્સ્ટીડ ઓફ ફેટ અભિયાન ચાલી રહ્યું છે. 

દુનિયાના સ્વસ્થ દેશોની સૂચિ

સ્પેન- પહેલા નંબર પર
ઈટલી- બીજા નંબર પર
ભારત- 120માં નંબર પર
શ્રીલંકા- 66માં નંબરે
બાંગ્લાદેશ- 91માં નંબરે
નેપાળ- 110માં નંબરે
(Bloomberg 2019 Healthiest Country Index)

સારું સ્વાસ્થ્ય એટલે કે મજબુત અર્થવ્યવસ્થા

- ભારતમાં ઉચ્ચ ઉત્પાદકતા 6.5 વર્ષ છે.
- ચીનમાં ઉચ્ચ ઉત્પાદકતા 20 વર્ષ છે.
- બ્રાઝીલમાં ઉચ્ચ ઉત્પાદકતા 16 વર્ષ છે. 
- શ્રીલંકામાં ઉચ્ચ ઉત્પાદકતા 13 વર્ષ છે. 
- Human Capitalમાં ભારત 158માં નંબરે
- Human Capitalનું આકલન 20-64 વર્ષ વચ્ચે
(The lancet નો રિપોર્ટ)

જુઓ LIVE TV

સ્વાસ્થ્ય સુધર્યું તો અર્થવ્યવસ્થા થશે મજબુત

(જો ભારતીયોનું સ્વાસ્થ્ય સુધર્યું તો GDPમાં 1.4 ટકાનો વધારો)
સારું સ્વાસ્થ્ય=સારુ ઉત્પાદન
સારું સ્વાસ્થ્ય = પ્રતિ વ્યક્તિ આવક વધુ
સારું સ્વાસ્થ્ય = પ્રતિ વ્યક્તિ/પ્રતિ કલાક આવક વધુ
સારું સ્વાસ્થ્ય = બીમારીઓ પર ખર્ચ ઓછો

સ્વાસ્થ્યનો ખજાનો આર્થિક પ્રગતિના દરવાજા ખોલશે

સ્પેનમાં પ્રતિ વ્યક્તિ આવક 4 લાખ 71 હજાર રૂપિયા
(સ્પેન સૌથી ફિટ દેશ)
ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક 1 લાખ 26 હજાર રૂપિયા
(ફિટ દેશોમાં ભારત 120માં નંબરે)
નોર્વેમાં પ્રતિ વ્યક્તિ/ પ્રતિ કલાક 75 ડોલર કમાય છે.
(ફિટ દેશોમાં નોર્વે 9માં નંબરે)
ભારતમાં પ્રતિ વ્યક્તિ/પ્રતિ કલાક 3.5 ડોલર્સની કમાણી
(ફિટ દેશોમાં ભારત 120માં નંબરે)

ભારતમાં બીમારીઓનો બોજો

- ભારતમાં 60 ટકા મોત ઈન્ફેક્શન સિવાયના કારણોથી થાય છે. 
- આ પ્રકારની બીમારીઓ માટે લાઈફ સ્ટાઈલ જવાબદાર
- ભારતમાં 80 ટકા મોત ડાયાબિટિસ, હ્રદય અને કેન્સર સંબંધિત કારણોથી
- ભારતમાં ડાયાબિટિસના 6 કરોડથી વધુ દર્દીઓ
- ભારતમાં ડાયાબિટિસથી દર વર્ષે 10 લાખ મોત
- ભારતમાં હ્રદયની બીમારીઓથી દર વર્ષે 20 લાખ મોત
- ભારતમાં મોટાપાથી પીડિત લોકોની સંખ્યા 13.5 કરોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news