બે દિવસની મુલાકાતે લેહ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સાથે છે CDS બિપિન રાવત
ભારત-ચીન સીમા (India-China) પર તણાવ યથાવત છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે લાઇન ઓફ એક્ચુએલ કંટ્રોલ (LAC) વિસ્તારનું નિરિક્ષણ કરવા લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત પણ છે. બે દિવસીય પ્રવાસ પર રાજનાથ સિંહ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ જશે. તે LACની સાથે સાથે LoCનું પણ નિરિક્ષણ કરશે. આ દરમિયાન રક્ષા મંત્રીની સાથે ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હશે.
નવી દિલ્હી: ભારત-ચીન સીમા (India-China) પર તણાવ યથાવત છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) આજે લાઇન ઓફ એક્ચુએલ કંટ્રોલ (LAC) વિસ્તારનું નિરિક્ષણ કરવા લેહ પહોંચ્યા છે. તેમની સાથે CDS બિપિન રાવત પણ છે. બે દિવસીય પ્રવાસ પર રાજનાથ સિંહ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ જશે. તે LACની સાથે સાથે LoCનું પણ નિરિક્ષણ કરશે. આ દરમિયાન રક્ષા મંત્રીની સાથે ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હશે.
આ પણ વાંચો:- J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ
રક્ષા મંત્રી પૂર્વ લદ્દાખમાં ફોરવર્ડ પોસ્ટનું નિરિક્ષણ કરશે. રક્ષા મંત્રી ઉત્તર કમાન્ડ અને લેડ કોર કમાન્ડર પાસેથી સ્થિતિનું નિરિક્ષણ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જ જમ્મૂ કાશ્મીર પહોંચશે અને LoC પર સેનાની તૈયારીનું નિરિક્ષણ કરશે. રાજનાથ સિંહ શ્રીનગરમાં પાકિસ્તાન સીમા પર ફોરવર્ડ વિસ્તારની મુલાકાત લેશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહની આ મુલાકાતથી એક સાથે ચીન અને પાકિસ્તાન બંનને માટે સંદેશ છે. ચીન માટે સંદેશ છે કે, ભારતને ના તેમનું વિસ્તરણવાદ સહન છે અને ના ચીનની અતિક્રમણની નીતિ સહન કરવામાં આવશે. પાકિસ્તાન માટે સંદેશ છે કે, PoK પર હવે તેના કબજાના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. પાકિસ્તાન માટે બીજો સંદેશ છે કે, કોઈ પણ આતંકી હુમલો કરવાની સ્થિતિમાં ભારત હવે ઘૂસીને મારશે.
આ પણ વાંચો:- સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદીનું આજે સંબોધન, ઉચ્ચ સ્તરીય સત્રને કરશે સંબોધિત
ભારતની હુમલો અને બહિષ્કારની નીતિથી ચીન પણ સમજી ચૂક્યું છે કે ગલવાનમાં ભારત સાથે ટકરાવીને તેણે મોટી ભૂલ કરી છે, જેને હવે તેની મોટી કિંમત ચૂકવવી પડશે.
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે એક ટ્વીટ દ્વારા માહિતી આપી હતી અને કહ્યું હતું કે, 'હું બે દિવસની લદાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે લેહ માટે રવાના થઈ રહ્યો છું. હું સરહદોની પરિસ્થિતિની સમીક્ષા કરીશ અને આ વિસ્તારમાં તૈનાત સશસ્ત્ર દળના જવાનો સાથે વાતચીત કરીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube