નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીતના એક દિવસ બાદ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે અમેરિકાના રક્ષા પ્રધાન માર્ક એસ્પર સાથે વાત કરી છે. સૂત્રો પ્રમાણે બંન્ને વચ્ચે કલમ 370 અને કાશ્મીર પર વાત થઈ છે. આ વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું કે, કાશ્મીરનો મુદ્દો એક આંતરીક મામલો છે. સાથે ભારતે તે વાત પર પણ ભાર આપ્યો કે આ એક સંપ્રભુ મુદ્દો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનું કહેવુ છે કે માર્કે ભારતના વલણ સાથે સહમતી વ્યક્ત કરી અને કહ્યું કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. સાથે બંન્ને પક્ષો વચ્ચે મેજર ડિફેન્સ પાર્ટનર ફ્રેમવર્ક (એમડીપી) મુજબ સક્ષા સંબંધોને મજબૂત બનાવવા પર પણ ચર્ચા થઈ છે. 


આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબી વાતચીત કરી હતી. લગભગ 30 મિનિટ સુધી ચાલેલી આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર ક્ષેત્રમાં તણાવ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. બંન્ને નેતાઓ વચ્ચે પ્રાદેશિક શાંતિ સિવાય દ્વિપક્ષીય મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. 



Viral Photo : હોસ્પિટલમાં એકસાથે ગર્ભવતી થઈ હતી 9 નર્સ, હવે આપ્યો બાળકોને જન્મ


વડાપ્રધાને પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે, 'કેટલાક નેતાઓ દ્વારા' ભારતની વિરુદ્ધ ભડકાઉ નિવેદન ક્ષેત્રીય શાંતિ માટે લાભદાયક નથી. રાષ્ટ્રપતિ ટમ્પ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ આંતક અને હિંસાથી મુક્ત વાતાવરણ નિર્માણ પર ભાર આપ્યો અને કહ્યું કે, આવા વાતાવરણમાં સરહદ પાર આતંકવાદની કોઈ જગ્યા ન હોવી જોઈએ. 


પીએમ મોદી સાથે વાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી હતી. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ દાવો કર્યો કે ટ્રમ્પે ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરી છે. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાનને આશા છે કે ટ્રમ્પ અને અમેરિકા કાશ્મીર મુદ્દામાં પોતાની ભૂમિકા ભજવશે.