નવી દિલ્હીઃ Defence Minister Meeting: રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પણ સેના પ્રમુખ અને વરિષ્ઠ કમાન્ડર્સની સાથે મળી અગ્નિપથ સ્કીમનું રિવ્યૂ કરી રહ્યાં છે. આ બેઠક બાદ અગ્નિપથ સ્કીમ પર ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સના એડિશનલ સેક્રેટરી, લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરી સહિત ત્રણેય સેનાઓના વરિષ્ઠ કમાન્ડર્સ પત્રકાર પરિષદ કરશે. હાલ કઈ રીતે અગ્નિપથ યોજનાને વધુ સરળ બનાવી શકાય તેના પર મંથન ચાલી રહ્યું છે, જેથી દેશભરમાંચાલી રહેલા વિરોધને ખતમ કરી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક અકબર રોડ સ્થિત આવાસ પર સવારે 10.15 કલાકે શરૂ થઈ. બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ હાજર છે. એક દિવસ પહેલા થલસેના પ્રમુખ હાજર નહોતા. થલસેના પ્રમુખ કાલે વાયુસેનાના કાર્યક્રમમાં હૈદરાબાદ ગયા હતા. તેથી તેઓ સામેલ થઈ શક્યા નહીં. પરંતુ આજની બેઠકમાં તે પણ હાજર છે. નોંધનીય છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહે કાલે પણ સેના પ્રમુખો સાથે બેઠક યોજી હતી.


શનિવારની બેઠકમાં લેવામાં આવ્યો આ નિર્ણય
શનિવારે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રક્ષા મંત્રાલયની સિવિલ નોકરીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. કોસ્ટગાર્ડ અને ડિફેન્સ પીએસયૂમાં 10 ટકા અનામત આપવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જરૂરી પાત્રતા માપદંડોને પૂરો કરનાર અગ્નિવીરો માટે રક્ષામંત્રાલયમાં નોકરીની ખાલી જગ્યાના 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રક્ષામંત્રલાય તરફથી કહેવામાં આવ્યું કે 10 ટકા અનામત તટરક્ષક દળ અને રક્ષા નાગરિક પદો અને તમામ 16 રક્ષા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તેને લાગૂ કરવામાં આવશે. આ અનામ ભૂતપૂર્વ સૈનિકો માટે વર્તમાન અનામતથી વધારાનું હશે. 


આ પણ વાંચોઃ વર્ષમાં 30 રજા, કેન્ટીન સુવિધા અને વીમા કવચ, વાયુસેનાએ આપી અગ્નિપથ યોજનાની જાણકારી


અગ્નિપથ સ્કીમ હેઠળ ભારતીય વાયુસેના 24 જૂનથી ભરતી અભિયાન શરૂ કરવા જઈ રહી છે તો ઈન્ડિયન આર્મી તરફથી જલદી નોટિફિકેશન જારી કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે સેનામાં ભરતી પ્રક્રિયા જલદી શરૂ શરૂ થવાની છે અને તેમાટે વિદ્યાર્થીઓ તૈયારીઓ શરૂ કરી દે. તેમણે કહ્યું કે, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યુવાઓના ભવિષ્યની ચિંતા કરવા અને તેમના પ્રત્યે સંવેદનશીલતા માટે દિલથી આભાર માનુ છું. હું યુવાઓને અપીલ કરુ છું કે સેનામાં ભરતીય પ્રક્રિયા થોડા દિવસમાં શરૂ થવાની છે. તે તેના માટે તૈયારી શરૂ કરે. તેથી યુવાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી મોદીના નિર્દેશ પર સરકારે અગ્નિવીરોની ભરતીની ઉંમર મર્યાદાને 21 વર્ષથી વધારી 23 વર્ષ કરી દીધી છે. આ એક વખત છૂટ આપવામાં આવી છે. તેનાથી ઘણા યુવાઓને અગ્નિવીર બનવાની પાત્રતા પ્રાપ્ત થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube