રશિયાથી પરત ફરથી વખતે અચાનક ઇરાન પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જાણો શું છે કારણ
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયા (Russia) પરત ફરતી વખતે અચાનક ઇરાન (Iran) પહોંચી ગયા છે. પૂર્વોત્તરમાં ચીન (China)અને પશ્વિમી સીમા (Western Border) પર પાકિસ્તાન (Pakistan)ના નાપાક ઇરાદોના કારણે ભારતના રક્ષામંત્રીની ઇરાન (Iran) યાત્રા ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
નવી દિલ્હી: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયા (Russia) પરત ફરતી વખતે અચાનક ઇરાન (Iran) પહોંચી ગયા છે. પૂર્વોત્તરમાં ચીન (China)અને પશ્વિમી સીમા (Western Border) પર પાકિસ્તાન (Pakistan)ના નાપાક ઇરાદોના કારણે ભારતના રક્ષામંત્રીની ઇરાન (Iran) યાત્રા ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. કૂટનીતિને સંકેતોનો ખેલ કરવામાં આવે છે અને એવો એક જ એક સંકેત મોસ્કોમાં મળ્યો હતો જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ શંઘાઇ સહયોગ સંગઠન (Shanghai Cooperation Organisation) ની બેઠકમાં પહોંચ્યા હતા.
ભારતના કૂટનીતિક ચક્રવ્યૂહમાં ફસાયું ચીન
આ દરમિયાન ચીન (China) ના રક્ષા મંત્રી વેઇ ફેંગે (Wei Fenghe) પણ ત્યાં હાજર હતા પરંતુ ચીનની સૌથી મોટી બેચેની ભારતને લઇને જોવા મળી. અને ત્યાં તો સતત રક્ષામંત્રી રાજનાથ સિંહને તાકી તાકીને જોઇ રહ્યા હતા. રશિયાના રક્ષા મંત્રી પણ સામેની તરફ જોઇ રહ્યા હત. પરંતુ સંપૂર્ણ બેઠક દરમિયાન ચીની મંત્રી ફેંગેની નજર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ તરફથી હટી રહી ન હતી. એટલે કે સ્પષ્ટ છે કે ચીન કયા પ્રકારે વાતચીત કરવા માટે ઉતાવળું છે. એટલે કે કાલ સુધી યુદ્ધની ધમકી આપનાર ચીનનું હદય પરિવર્તન ભારતની એક મોટી કૂટનીતિક સફળતા ગણવામાં આવી શકાય.
પાકિસ્તાનને બધાને શિખવાડવાની તૈયારી
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકી દબાણ છતાં ભારત અને ઇરાન વચ્ચે સંબંધોમાં કોઇ અસર પડી નથી. મોદી સરકાર 2014થી સતત ઇરાનને મહત્વપૂર્ણ સહયોગી ગણીને કામ કરી રહી છે. લદ્દાખ સીમા પર ચીન સાથે તણાવ વછે બીજિંગે જે પ્રકારે પાકિસ્તાની ફૌજને સામાન પુરો પાડવામાં આવે છે, એટૅલા માટે તેની નાપાક હરકતોને કાઉન્ટર કરવા માટે આજની વાતચીત ગેમચેન્જર સાબિત થઇ શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube