દાર્જિલિંગ: દશેરાના અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) આજે દાર્જિલિંગના સુકના વોર મેમોરિયલ પર શસ્ત્ર પૂજા કરી. આ સાથે જ રક્ષામંત્રીએ ફોરવર્ડ  બ્લોકમાં સેનાની તૈયારીઓની સમીક્ષા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ચીનને વિસ્તારવાદી ગણાવ્યું, કહ્યું- 'ભારતે ગેરસમજ દૂર કરી'


આ અગાઉ રક્ષામંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે બે દિવસના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના પ્રવાસે છું અને દાર્જિલિંગ જઉ છું. ત્યાં ફોરવર્ડ એરિયાની મુલાકાત  દરમિયાન સૈનિકોને મળીશ. તે વખતે સિક્કિમ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલી સડકનું ઉદ્ધાટન પણ કરીશ. 


કોરોના સામેની લડતમાં Essel Group એ નિભાવી પોતાની જવાબદારી 


પહેલીવાર એવું બન્યું છે કે એલએસી પર શસ્ત્ર પૂજા કરવામાં આવી છે. રક્ષામંત્રીએ દશેરાની શુભકામનાઓ આપતી ટ્વીટ પણ કરી. કહ્યું કે 'તમામ દેશવાસીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ. આજના આ પાવન અવસરે હું સિક્કિમના નાથુલા વિસ્તારમાં જઈને ભારતીય સેનાના જવાનોને મળીશ અને શસ્ત્ર પૂજન સમારોહમાં પણ હાજર રહીશ.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube