ભારતીય નેવી બનશે અત્યંત શક્તિશાળી, 22800 કરોડના નવા સંરક્ષણ સોદાને મંજૂરી
સરકારે ગુરુવારે 22800 કરોડના સંરક્ષણ સોદાઓને (Defence Deal) મંજૂરી આપી દીધી છે. જેમાં નેવી માટે એન્ટી સબમરીન (Anti-sub marine) અને ટોહી એરક્રાફ્ટ (Tohi Aircraft) P8I ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે બે એન્જિનવાળા ભારે હેલીકોપ્ટર અને અસોલ્ટ રાઈફલો માટે સ્વદેશી નાઈટ વિઝન ડિવાઈઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. નેવીએ અમેરિકા જોડે કુલ 12 P8I એરક્રાફ્ટની ડીલ કરી હતી. જેમાંથી નેવીને 8 મળી ગયા છે અને બાકીના 4 મળવાના બાકી છે.
નવી દિલ્હી: સરકારે ગુરુવારે 22800 કરોડના સંરક્ષણ સોદાઓને (Defence Deal) મંજૂરી આપી દીધી છે. જેમાં નેવી માટે એન્ટી સબમરીન (Anti-sub marine) અને ટોહી એરક્રાફ્ટ (Tohi Aircraft) P8I ઉપરાંત કોસ્ટ ગાર્ડ માટે બે એન્જિનવાળા ભારે હેલીકોપ્ટર અને અસોલ્ટ રાઈફલો માટે સ્વદેશી નાઈટ વિઝન ડિવાઈઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. નેવીએ અમેરિકા જોડે કુલ 12 P8I એરક્રાફ્ટની ડીલ કરી હતી. જેમાંથી નેવીને 8 મળી ગયા છે અને બાકીના 4 મળવાના બાકી છે.
હિન્દ મહાસાગરમાં 'હિન્દુસ્તાની હન્ટર', દુશ્મનની સબમરીનો શોધીને ભૂક્કા બોલાવશે
સરકારે 6 નવા P8I એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જો કે નેવીએ 10 નવા એરક્રાફ્ટની માગણી કરી હતી. આ એરક્રાફ્ટ સમુદ્રમાં લાંબા અંતર સુધી નિગરાણી કરી શકે છે અને પેટ્રોલિંગ કરી શકે છે. તેના શક્તિશાળી રડાર સમુદ્રમાં કોઈ નાનકડી નાવડીને પણ શોધી શકે છે અને તેની તસવીરો લઈ શકે છે. આ એરક્રાફ્ટથી સબમરીન કે જંગી જહાજો પર હુમલો કરી શકાય છે.
હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા
ભારત ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો છે અને પોતાના મોટાભાગના વેપાર માટે સમુદ્ર ઉપર જ નિર્ભર છે. આવામાં શક્તિશાળી નેવીની જરૂર છે. આ ઉપરાંત સમુદ્રકિનારાની નિગરાણી માટ કોસ્ટ ગાર્ડને બે એન્જિનવાળા ભારે હેલિકોપ્ટરો પણ પૂરા પાડવામાં આવશે. મુંબઇ હુમલા બાદ સમુદ્રકિનારાઓની સુરક્ષા માટે નવા ઉપકરણોની ખરીદી વધારવામાં આવી છે. ભારતીય સુરક્ષા દળોને રાતે કાર્યવાહી કરવા વધુ સારા બનાવવા માટે સ્વદેશી થર્મલ ઈમેજિંગ નાઈટ સાઈટ્સ બનાવવામાં આવશે. આ સાઈટ્સને ભારતીય ઈન્ડસ્ટ્રી બનાવશે અને તેમને સરહદે તૈનાત સૈનિકોની જરૂરિયાત મુજબ બનાવવામાં આવશે. તેમને ભારતમાં જ ડિઝાઈન અને વિક્સિત કરવામાં આવશે. તેનાથી સૈનિકોને રાતના અંધારા ઉપરાંત ખરાબ હવામાનમાં પણ દુશ્મનોનો સામનો કરવામાં મદદ મળશે.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube