મોદી સરકાર

'આ' ખાસ કામ પતાવવા માટે ભારતમાં ચૂંટણી પૂરી થાય તેની રાહ જુએ છે પાકિસ્તાન!

ભારતમાં નવી સરકાર બન્યા બાદ આ સરકાર સાથે પાકિસ્તાન જે પહેલું કામ પાર પાડવા માંગે છે તે છે કરતારપુર કોરિડોરનું કામ.

May 13, 2019, 05:10 PM IST

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનમાં હશે આ સુપર્બ સુવિધાઓ, જુઓ VIDEO 

બુલેટ ટ્રેનમાં ફોલ્ડેબલ બેડ્સની સુવિધાઓ હશે. આ સુવિધા અત્યાર સુધી કોઈ પણ ટ્રેનમા અપાતી નથી. આ ઉપરાંત અલગ અલગ કામ માટે તેમાં અલગ અલગ રૂમ બનાવવામાં આવશે.

May 9, 2019, 04:18 PM IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'ભાજપ' ને લઇને મરવાની વાત કેમ કરી? શું કહ્યું? જાણો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેઓ મરવું પસંદ કરશે પરંતુ ભાજપને ફાયદો પહોંચવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુંમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "મેં સ્પષ્ટપણે કહ્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ખુબ મજબુતાઈથી લડી રહી છે. અમારા ઉમેદવારો મોટાભાગની બેઠકો પર મજબુતાઈથી લડે છે. હું મરી જઈશ પરંતુ ભાજપને ફાયદો થવા દઈશ નહીં."

May 3, 2019, 09:41 AM IST

બેનરો લગાવીને ગઢચિરોળી હુમલાની નક્સલીઓએ લીધી જવાબદારી, આપી ધમકી 

મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં લેન્ડ માઈન્સ વિસ્ફોટ બાદ દાદાપુર ગામમાં નક્સલીઓએ બેનર લગાવ્યાં છે.

May 2, 2019, 02:18 PM IST

ઈમરાન ખાનને કોંગ્રેસ પર ભરોસો નથી! ભારતમાં ઈચ્છે છે મોદી સરકાર...આ ડર છે મૂળભૂત કારણ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોંગ્રેસ પર ભરોસો નથી. તેઓ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને જીત મળે. ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. અહીં એ સમજવું જરૂરી છે કે ઈમરાન ખાનનું હ્રદય પરિવર્તન થયું નથી. તેમણે આ નિવેદન કૂટનીતિક સ્તરે આપ્યું છે. 

Apr 11, 2019, 12:15 PM IST
Banaskantha Arjun Modhvadiya Gave Controversial Statement PT2M48S

લોકસભા ચૂંટણી 2019 અર્જુન મોઢવાડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું, જુઓ શું કહ્યુ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું તેમણે કટાક્ષ કરતાં કહ્યુ કે નરેન્દ્ર મોદી જ્યારે 56 ઈંચની છાતીની વાત કરે છે ત્યારે ભક્ત તાળીઓ પાડે છે પરંતુ 56 ઈંચની છાતી ગધેડાની હોય છે..જ્યારે 100 ઈંચની છાતી પાડાની હોય છે

Apr 9, 2019, 08:00 PM IST

ભાજપનો સંકલ્પ પત્ર 2019 : 2014 ના મેનિફેસ્ટોમાં ભાજપે ઇકોનોમી પર કર્યા હતા આ વાયદા, કેટલા થયા પુરા?

ભાજપનો સંકલ્પ પત્ર : ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં યુવાનોને મોટાપાયે રોજગારી અપવાનો વાયદો કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે શ્રમ આધારિત મેન્યુફેક્ચરિંગ અને ટૂરિઝમને વધારીને રોજગાર વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. એમ્પ્લોયમેંટ એક્સચેંજોને રોજગાર કેંદ્બોમાં બદવાની વાત કરી હતી.

Apr 8, 2019, 01:04 PM IST

લોકસભા ચૂંટણી 2019: જો ભાજપ ફરી સત્તા પર આવશે તો બીજા કાર્યકાળમાં થશે 'આ' મોટું કામ 

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં સતત લાગેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશમાં ગેરકાયદે ઘૂસવાની ફિરાકમાં બેઠેલા અને ઘૂસી બેઠેલા ઘૂસણખોરોને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Apr 4, 2019, 09:19 AM IST

ભાગેડુ માલ્યાને સતાવી રહ્યો છે 'આ' મોટો ડર, કહ્યું- 'હું તો 1992થી બ્રિટનનો રહેવાસી'

માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે ભારતમાં મારી ઈમેજ એક પોસ્ટર બોય તરીકેની બનાવી દીધી છે. આ વાતની પુષ્ટિ પીએમ મોદી પોતે કરી ચૂક્યા છે. મેં પીએમ મોદીના હાલના ઈન્ટરવ્યુને જોયો.

Mar 31, 2019, 10:07 AM IST

કોંગ્રેસની 'ન્યાય સ્કીમ'ની જાહેરાત પર નીતિ આયોગના ઉપાધ્યક્ષે ઉઠાવ્યાં સવાલ, ECએ માંગ્યો જવાબ

લોકસભા ચૂંટણી 2019ને લઈને આચારસંહિતાના ભંગ મામલે ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યાક્ષ રાજીવ કુમારને નોટિસ મોકલી છે. રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના હેઠળ ગરીબોના ખાતામાં વાર્ષિક 72000 રૂપિયા આપવાની જાહેરાત પર સવાલ ઉઠાવ્યાં હતાં.

Mar 27, 2019, 08:46 AM IST

મોદી સરકારે પાકિસ્તાનને એક ઝટકામાં લગાવ્યો 700 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો સમગ્ર મામલો

કેંદ્વની મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 80,000 કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પુરો કરી લીધો છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19 માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી અત્યાર સુધી 85,00 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. તેની જાણકારી અરૂણ જેટલીએ શુક્રવારે આપી હતી. આ ટાર્ગેટને પુરો કરવામાં પાકિસ્તાનીનો પણ ફાળો છે.  

Mar 25, 2019, 06:38 PM IST

શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વિશે આપ્યું એવું નિવેદન, રાહુલને પસંદ કરતા લોકોના ધબકારા વધશે

છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવવાની માગણીઓ ઉઠતી હતી, જેમાં વિશેષજ્ઞો હંમેશા કહેતા રહ્યાં કે તેમના આવવાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છબીને નુકસાન પહોંચશે. હવે રાહુલ ગાંધી પોતે પ્રિયંકાને મોટી જવાબદારી સાથે રાજકારણમાં લઈ આવ્યાં છે. એવામાં જૂની વાતોનો ઉલ્લેખ ફરી થવાનો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલના ભાગમાં ચૂંટણી  પ્રચાર કરી રહ્યાં છે. 

Mar 24, 2019, 12:32 PM IST

UPમાં આજથી BJPના ધૂંઆધાર પ્રચારનો પ્રારંભ, અમિત શાહ આગ્રા અને યોગી સહારનપુરમાં કરશે રેલી

લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કા માટે ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નાખી છે. રવિવારથી યુપીમાં પાર્ટી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આગ્રામાં એક સભાને સંબોધશે. જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહારનપુરમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

Mar 24, 2019, 10:07 AM IST

અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું-'પોતાને સેના સમજવાનું બંધ કરે મોદી સરકાર'

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સામ પિત્રોડાનો બચાવ કરતા ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સપા અધ્યક્ષે કહ્યું કે સવાલ ઉઠાવવો એ અમારો લોકતાંત્રિક અધિકાર છે. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર પોતાને  ભારતીય સેના સમજવાનું બંધ કરે.

Mar 22, 2019, 03:24 PM IST
bjp leaders condemns sam pitroda statement over balakot air strike PT3M2S

જેટલી સહિત ભાજપના નેતાઓએ પિત્રોડાના નિવેદનને વખોડ્યું

ભાજપના નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે કોંગ્રેસના નેતા સામ પિત્રોડા પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યું. પાકિસ્તાનમાં જૈશના કેમ્પ પર વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા બદલ પિત્રોડાને આડે હાથ લેતા અરુણ જેટલીએ કહ્યું કે જેમને ભારતની સમજ નથી તેઓ દેશની સુરક્ષા અને નીતિની વાત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો ગુરુ આવો હોય તો શિષ્ય કેવો નક્કામો નીકળશે, દેશે આજે આ ભોગવવું પડી રહ્યું છે.

Mar 22, 2019, 03:10 PM IST

જેટલીએ પિત્રોડાને આડે હાથ લીધા, કહ્યું-'જેમને ભારતની સમજ નથી તે સુરક્ષા નીતિની વાત કરે છે'

ભાજપના નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે કોંગ્રેસના નેતા સામ પિત્રોડા પર તેમના નિવેદનને લઈને નિશાન સાધ્યું. પાકિસ્તાનમાં જૈશના કેમ્પ પર વાયુસેનાની એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા બદલ પિત્રોડાને આડે હાથ લેતા અરુણ જેટલીએ કહ્યું કે જેમને ભારતની સમજ નથી તેઓ દેશની સુરક્ષા અને નીતિની વાત કરી રહ્યાં છે.

Mar 22, 2019, 02:12 PM IST

માલ્યા કેસમાં થઈ હતી તે ભૂલ નહીં દોહરાવાય, 'જડબેસલાક' પ્લાનિંગથી નીરવ મોદીને ભારત લવાશે 

ભારતે બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા કરાયેલી ધરપકડનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે જેમ બને તેમ જલદી તેના પ્રત્યાર્પણ માટે બ્રિટન સાથે વાતચીત કરી રહ્યા છે. આ વખતે ભારતીય એજન્સીઓ વિજય માલ્યા કેસમાં જે ભૂલ થઈ તેમાંથી પાઠ ભણીને નીરવ મોદીને ભારત લાવવા માટે દરેક જરૂરી કોશિશમાં લાગી  ગઈ છે. બ્રિટનની જટિલ પ્રત્યાર્પણ પ્રક્રિયાને પહોંચી વળવા માટે ભારત સરકારે દરેક એજન્સીને પોત પોતાના સ્તર પર કામ કરવાનું કહ્યું છે. 

Mar 21, 2019, 10:17 AM IST

ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં દસ્તાવેજ

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રકિયા ચાલુ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈ જેવી ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓને દસ્તાવેજો મોકલ્યા છે જેથી કરીને તેઓ તેના પર વિચાર કરે અને ચોક્સીને ભારત પાછા મોકલે.

Mar 21, 2019, 07:44 AM IST

EVM મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી, 25 માર્ચ સુધીમાં આપવો પડશે જવાબ

સુપ્રીમ કોર્ટે ઈવીએમ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને 25 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.

Mar 15, 2019, 11:57 AM IST

મોદી સરકારમાં બોગસ NGO થયા ઓછા, 13000 થયા બંધ અને વિદેશી દાન 40% ઘટ્યું

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, વિદેશી દાનમાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. વિદેશી દાનને અધિનિયમિત કરનારા કાયદા એફસીઆરએ અધિનિયમના ઉલ્લંઘનને લઈને સરકાર તરફથી એનજીઓ એકમ વિરુદ્ધ કાર્યવાહી વચ્ચે વિદેશી દાનમાં ઘટાડો થયો છે.
 

Mar 11, 2019, 03:19 PM IST