Defence Ministry એ જાહેર કર્યું નોટિફિકેશન, આ નિર્ણયથી સીધા 3000 કરોડ રૂપિયા બચશે
રક્ષા મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી 2851 વસ્તુઓની આયાત (Import) પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે સંરક્ષણ ઉત્પાદનમાં વપરાતી સામગ્રી સ્વદેશી કંપનીઓ પાસેથી જ ખરીદવામાં આવશે.
નવી દિલ્હી: રક્ષા મંત્રાલય તરફથી નોટિફિકેશન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી 2851 વસ્તુઓની આયાત (Import) પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે સંરક્ષણ ઉત્પાદનમાં વપરાતી સામગ્રી સ્વદેશી કંપનીઓ પાસેથી જ ખરીદવામાં આવશે.
વાર્ષિક આટલી થશે બચત
સરકારના આ પગલાથી વાર્ષિક આશરે 3000 કરોડ રૂપિયાની બચત થશે. અગાઉ, સંરક્ષણ મંત્રાલયે શસ્ત્રો અને અન્ય લશ્કરી સાધનોની બે યાદી જારી કરી હતી જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
PM Kisan Update: નવા વર્ષે PM મોદી ખેડૂતોને આપશે ભેટ, 1 જાન્યુઆરીએ 10મો હપ્તો જાહેર કરશે
સ્થાનિક કંપનીઓને ફાયદો થશે
તમને જણાવી દઈએ કે સરકારનો ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. સરકારે આગામી 5 વર્ષમાં રૂ. 35,000 કરોડના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજી યાદીમાં જે ઉત્પાદનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તે યાદીમાં પ્રાઇવેટ મેન્યુફેક્ચરિંગ ઇંડસ્ટ્રીના સંગઠનોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ એવી કંપનીઓ છે જે આવનારા સમયમાં સેનાઓની જરૂરિયાતો પૂરી કરશે. આવી સ્થિતિમાં સરકારના આ પગલાથી સ્થાનિક કંપનીઓની સાથે સ્ટાર્ટ-અપ માટે દેશના ઉદ્યોગ સાહસિકોને તકો મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube