નવી દિલ્હી : સીમા પર ફરજંદ જવાનો અત્યાધુનિક હથિયારોથી લેસ કરવાવી તૈયારી ચાલી રહી છે. સંરક્ષણ મંત્રાલયે પગપાળા સેનાના આધુનિકરણ તરફ મહત્વનું પગલું ઉઠાવતા અમેરિકાથી આશરે 73 હજાર અશોલ્ટ રાઇફલ્સ ખરીદવાનાં સેનાના પ્રસ્તાવને મંજુરી આપી છે. આ ઘણા લાંબા સમયથી મુદ્દો અટવાયેલો હતો. તે ઘણા લાંબા સમયથી અટવાયેલો હતો. તેના ખરીદદારી પર આશરે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ખાસ વાત છેકે આ રાઇફલ્સની એફટીપી (ફાસ્ટ ટ્રેક પ્રોક્યુરમેંટ) રૂટથી ખરીદવામાં આવસે એટલે કે આ સામાન્ય ખરીદી પ્રક્રિયામાં ખુબ જ તેજી આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Railway બનાવી રહ્યું છે નવી સિસ્ટમ, બસ એક ક્લિકથી અટકી જશે ટ્રેન

અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે એસઆઇજી સોયર રાઇફલોની ખરીદીને મંજુરી આપી દીધી છે. જેનો ઉપયોગ ચીન પર રહેલી આશરે 3600 કિલોમીટર લાંબી સીમા પર ફરજંદ જવાનોને કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રાલયે ગત્ત વર્ષે માર્ચમાં સીમિત સંખ્યામાં અસોલ્ટ રાઇફલ્સ અને કાર્બાઇનો માટે આરએફપી  (રિકવેસ્ટ ફોર પ્રપોઝલ) ઇશ્યું કર્યું હતું. પાકિસ્તાન અને ચીનની સીમા પર ફરજંદ જવાનોને આ હથિયારો આપવામાં આવનાર છે.


CBI ડાયરેક્ટર મુદ્દે ખડસેનો PMને પત્ર, ભાજપે કહ્યું આમા પણ ગોટાળા ઇચ્છતા હતા ખડસે

સુત્રોએ જણાવ્યું કે, અમેરિકી દળોની સાથે સાથે અનેક અન્ય યૂરોપીય દેશ પણ આ રાઇફલોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને ત્વરિત ખરીદ પ્રક્રિયા હેઠળ ખરીદવામાં આવનાર છે. સોદામાં સમાવિષ્ટ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અનુબંધ એક સપ્તાહમાં નક્કી થવાની આશા છે. અમેરિકી કંપનીઓને સોદા નિશ્ચિત હોવાની તારીખથી એક વર્ષની અંદર રાઇફલોને મોકલવું પડશે. 


શું તમે પણ વાપરો છો ક્રોમ તો થઇ જાઓ સાવધાન, હેક થઇ શકે છે બેંક એકાઉન્ટ

સેના સુત્રોએ જણાવ્યું કે, અમેરિકામાં નિર્મિત રાઇફલ ઇંસાસ રાઇફલનાં સ્થાને લેશે. વિશ્વની બીજી સૌથી મોટી સેના પાકિસ્તાન અને ચીન સેના પર ફરજંદ છે. સેના દ્વારા લાંબા સમયથી આધુનિક હથિયારોની માંગણી કરવામાં આવી રહી હતી. ઓક્ટોબર 2017માં સેનાએ આશરે 7 લાખ રાઇફલ, 44 હજાર લાઇટ મશીન ગરન અને આશરે 44,600  કાર્બાઇન ખરીદવાની પ્રક્રિયા ચાલુ કરી હતી. સેનાએ આશરે 18 મહિના પહેલા ઇશાપુર ખાતે સરકારી રાઇફલ ફેક્ટ્રી દ્વારા નિર્મિત અસોલ્ટ રાઇફલોને ફગાવી દીધી હતી કારણ કે આ પરીક્ષણમાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ સેનાએ વૈશ્વિક બજારમાં રાઇફલ શોધવાનું કામ ચાલુ કર્યું હતું.