CBI ડાયરેક્ટર મુદ્દે ખડસેનો PMને પત્ર, ભાજપે કહ્યું આમા પણ ગોટાળા ઇચ્છતા હતા ખડસે

વર્ષ 1983 બેંચના આઇપીએસ અધિકારી શુક્લાને આલોક કુમાર વર્માના સ્થાને સીબીઆઇ પ્રમુખ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા

CBI ડાયરેક્ટર મુદ્દે ખડસેનો PMને પત્ર, ભાજપે કહ્યું આમા પણ ગોટાળા ઇચ્છતા હતા ખડસે

નવી દિલ્હી : કેન્દ્રીય મંતરી જીતેન્દ્ર સિંહે શનિવારે દાવો કર્યો કે, સીબીઆઇ નિર્દેશકની પસંદગી કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ઉચ્ચ સ્તરીય સમિતીનાં સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાની પસંદગીનાં અધિકારીઓને મહત્વ આપવાની ખોટી ઇચ્છાથી સીબીઆઇ પ્રમુખના માનદંડોમાં હેરફેર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ખડગે પર આરોપ લગાવ્યો કે તેઓ પસંદગી સમિતીમાં થયેલી ચર્ચા અંગે મીડિયાને માત્ર પોતાની ધારણાઓ અનુસાર વાતો કરી રહ્યું છે. 

કેન્દ્રીય કાર્મિક રાજ્યમંત્રી સિંહે જણાવ્યું કે, ખડગેએ સીબીઆઇ નિર્દેશકની પસંદગી અંગે સ્વતંત્ર અને નિષ્પક્ષ મુલ્યાંકન પર આધારિત ઉદ્દેશ્યપરક માપદંડોમાં હેરફેર કરવાનો પ્રયાસ કર્યો. તેઓ ઉમેદવારની અંતિમ યાદીમાં પોતાના કેટલાક પસંદગીના અધિકારીઓનો સમાવેશ કરવા ઇચ્છી રહ્યા હતા. કાર્મિક મંત્રાલયના આદેશ અનુસાર મધ્યપ્રદેશના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઋષી કુમાર શુક્લાને શનિવારે બે વર્ષના નિશ્ચિત  કાર્યકાળ માટે સીબીઆઇનાં નિર્દેશક નિયુક્તિ કરવામાં આવ્યા હતા. 

વર્ષ 1983 બેચના આઇપીએસ અધિકારી શુક્લાને આલોક કુમાર વર્માના સ્થાને સીબીઆઇ પ્રમુખના પદ પર નિયુક્તિ કરવામાં આવ્યા. વર્માને 10 જાન્યુઆરીએ સીબીઆઇ નિર્દેશકનાં પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સિંહે કહ્યું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ સીબીઆઇ પ્રમુખની પસંદગીમાં લાગુ કરવામાં આવનારા માનદંડોનું સંપુર્ણ સમર્થન કર્યું. સીબીઆઇ નિર્દેશકની પસંદગી કરનારી સમિતીમાં વડાપ્રધાન મોદી ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) ગોગોઇ અને લોકસભામાં કોંગ્રેસનાં નેતા ખડગેનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news