દહેરાદૂનઃ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીની માનવતાની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. તેઓ દહેરાદૂનના જોગીવાલામાં આવેલી વિવેકાનનંદ સ્કૂલના બે વિદ્યાર્થીઓના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહ્યા છે. ધોરણ-10નો છાત્રે આર્યન થાપા અને અમન ડબરાલ છેલ્લા ત્રણ વર્ષથી કબીર મેમોરિયલ સ્કોલરશિપ અભિજીત બેનરજી ચૂકવી રહ્યા છે, જેની મદદથી તેમનો અભ્યાસ ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ પોતાના મૃત પુત્ર કબીરની યાદમાં આ શિષ્યવૃત્તિ આપે છે. આ અગાઉ પણ અભિજીત આ સ્કૂલના એક અન્ય વિદ્યાર્થીનો હોસ્ટેલ અને અભ્યાસનો ખર્ચ આપી ચૂક્યા છે. અભિજીતના માતા નિર્મલા બેનરજી અને વિવેકાનંદ સ્કૂલના સંસ્થાપક સભ્ય ગૌરી મજૂમદાર બાળપણમાં સાથે અભ્યાસ કરતા હતા. 


સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડનારા વકીલ રાજીવ ધવન સામે પોલીસમાં ફરિયાદ


મજુમદારના માધ્યમથી જ અભિજીત સ્કૂલનાં બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. ગૌરી મજૂમદાર કોલકાતા સાઉથ પોઈન્ટ સ્કૂલમાં અભિજીત બેનરજીનાં શિક્ષિકા પણ રહ્યા છે. ગૌરીના દિવગંત પતિ પ્રોફેસર તપસ મજુમદારે વર્ષ 1983માં અભિજીતને જેએનયુમાં અર્થશાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. 


પોલીસકર્મીએ મહિલા પર ઉઠાવ્યો હાથ, પછી તો જે થયું...વિશ્વાસ નહીં કરો, ખાસ જુઓ VIDEO


નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનરજીના પુત્ર કબીરનું આકસ્મિક નિધન થયું હતું. તેમની સ્મૃતિ ટકાવી રાખવા માટે ગૌરીએ જ નિર્મલા બેનરજીને જરૂરિયાત ધરાવતા બાળકોને અભ્યાસમાં મદદ કરવાનો આગ્રહ કર્યો હતો. આ વિનંતીને સ્વીકારતાં અભીજીતે નત્થાનપુરના રહેવાસી આર્યન થાપા અને અજબપુર કલાંના રહેવાસી અમન ડબરાલને 3 વર્ષ માટે કબીર મેમોરિયલ સ્કોલરશિપ આપી છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....