પોલીસકર્મીએ મહિલા પર ઉઠાવ્યો હાથ, પછી તો જે થયું...વિશ્વાસ નહીં કરો, ખાસ જુઓ VIDEO 

ગાઝિયાબાદમાં એક મહિલા સાથે પંગો લેવો પોલીસકર્મીને ભારે પડી ગયો. પોલીસકર્મીએ મહિલાને ધક્કો મારીને થપ્પડ ચોડી. વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા માંડ્યો છે.

Viral Raval Viral Raval | Updated: Oct 18, 2019, 04:11 PM IST
પોલીસકર્મીએ મહિલા પર ઉઠાવ્યો હાથ, પછી તો જે થયું...વિશ્વાસ નહીં કરો, ખાસ જુઓ VIDEO 

ગાઝિયાબાદ: ગાઝિયાબાદમાં એક મહિલા સાથે પંગો લેવો પોલીસકર્મીને ભારે પડી ગયો. પોલીસકર્મીએ મહિલાને ધક્કો મારીને થપ્પડ ચોડી. વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાઈરલ થવા માંડ્યો છે. વીડિયોમાં પોલીસ મહિલા સાથે ધક્કામુક્કી કરતી જોવા મળી રહી છે. આ આખો મામલો તુરાબનગર માર્કેટનો હોવાનું કહેવાય છે. 

લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા, બદમાશો મીઠાઈના ડબ્બામાં લાવ્યાં હતાં હથિયાર

વીડિયોમાં પોલીસ અને મહિલા વચ્ચે ઝડપ જોવા મળી રહી છે. પોલીસકર્મીએ જેવો મહિલાને ધક્કો માર્યો ત્યારબાદ મહિલાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. પોલીસકર્મીએ જેવો મહિલા પર હાથ ઉઠાવ્યો કે મહિલાએ પણ ધડાધડ પોલીસર્મીને થપ્પડ ચોડી દીધા. લાંબા સમય સુધી મહિલા અને પોલીસકર્મી વચ્ચે આ ઝપાઝપી થતી રહી. 

જુઓ VIDEO

વીડિયોમાં મહિલાનો પતિ પણ જોવા મળી રહ્યો છે. જેને પોલીસ જીપમાં બેસાડવાની કોશિશ કરી રહી છે. પત્ની તેનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન પોલીસે લોકોને વીડિયો બનાવતા પણ રોક્યા હતાં. આ ઝડપના કારણે રસ્તા પર ઊભેલા વાહનોના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કહેવાય છે કે કોઈ કારણસર પોલીસકર્મીની મહિલાના પતિ સાથે કોઈ અણબન થઈ હતી. પતિ ત્યાં આવ્યો તો પોલીસ સાથે તેને માથાકૂટ થઈ. 

જુઓ LIVE TV

પોલીસ મહિલાના પોલીસને જીપમાં બેસાડવાનો પ્રયત્ન કરતી હતી ત્યા જ મહિલા પોલીસ સાથે વિવાદમાં ઉતરી, ખુબ બબાલ થયા બાદ આ સમગ્ર પ્રકરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો. જો કે આ અંગે એસપી સિટી મનિષ મિશ્રા સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ સીઓ સિટીને સોંપવામાં આવી છે. તપાસ બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. 

 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...