નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી બે સંદિગ્ધ બેગ મળી આવી છે. ત્યારબાદ એન્ટી બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્રે જણાવવાનું કે અગાઉ 14 જાન્યુઆરીએ પણ ગાઝીપુર ફૂલ બજારમાંથી આવી એક બેગ મળી આવી હતી. જેમાં આઈઈડી હતું. જેને નિયંત્રિત વિસ્ફોટ દ્વારા નિષ્ક્રિય કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખી દુનિયા ડરે આ 13 નંબરથી! જાણો કેમ ઈમારતોમાં 13મો માળ અને હોટલમાં નથી હોતો રૂમ નંબર 13


લાવારિસ બેગ મળવાથી હડકંપ
પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં શંકાસ્પદ બેગ મળવાની સૂચના મળતા જ હડકંપ મચી ગયો છે અને પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ નજીક આવતા સમગ્ર દિલ્હીમાં હાઈ અલર્ટ છે અને રાજધાની દિલ્હીની સુરક્ષા વધારવામાં આવી છે. 


ભારતમાં ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે, ક્યારે પીક પર પહોંચશે ઓમિક્રોન? જાણો એક્સપર્ટનો જવાબ


બેગમાંથી મળી આ ચીજો
બે લાવારિસ બેગમાંથી એક લેપટોપ, એક ચાર્જર અને એક પાણીની બોટલ મળી છે. ઘટનાસ્થળે પોલીસ  તપાસ ચલાવી રહી છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ બેગ કોની છે અને કોણે તેને ત્યાં રાખી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube