ભારતમાં ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે, ક્યારે પીક પર પહોંચશે ઓમિક્રોન? જાણો એક્સપર્ટનો જવાબ

કોવિડ-19 મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ કહ્યું કે ત્રીજી લહેરનો પીક અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે હશે. કેસમાં કમીથી ભારતમાં ત્રીજી લહેરનો અંત પણ થશે.

ભારતમાં ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે, ક્યારે પીક પર પહોંચશે ઓમિક્રોન? જાણો એક્સપર્ટનો જવાબ

નવી દિલ્હી: સ્વાસ્થ્ય તજજ્ઞોએ મંગળવારે કહ્યું કે ભારતમાં ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઓમિક્રોનના કેસ પીક પર પહોંચશે અને તેની સાથે જ ત્રીજી લહેરનો અંત થવાની શક્યતા છે. કોવિડ-19 મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ આઈએએનએસને જણાવ્યું કે મુંબઈ અને દિલ્હી બંને શહેરોમાં ઓમિક્રોનનું સંક્રમણ દક્ષિણ આફ્રિકી પેટર્ન પર ફેલાતું જોવા મળ્યું છે. 

મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉક્ટરનું નિવેદન
ડૉક્ટરે કહ્યું કે આ ખુબ તેજીથી આવેલી વિસ્ફોટક લહેર છે અને આશા છે કે જેટલી ઝડપથી આવી છે એટલી જ ઝડપથી જશે. ઓમિક્રોનના કેસમાં મુંબઈ પહેલા જ શિખર પાર કરી ચૂક્યું છે. તેનું સંક્રમણ સમગ્ર મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધીમાં પીક પર પહોંચી જશે. મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં એન્ડોક્રિનોલોજિસ્ટ જોશીએ કહ્યું કે ભારતના મોટાભાગના હિસ્સાઓમાં ઓમિક્રોનના કેસ એકથી 15 ફેબ્રુઆરી વચ્ચે ચરમ પર પહોંચી શકે છે. માર્ચમાં કેસ એકદમ ઓછા થઈ જશે અને આશા છે કે એપ્રિલ બાદ ભારતને મહામારીના કારણે આવતી પરેશાનીઓમાંથી મુક્ત મળી જવી જોઈએ.

અનુમાનમાં કર્યો દાવો
ભારતીય વિજ્ઞાન સંસ્થાન (Indian Institute of Science) અને Indian Statistical Institute ના રિસર્ચર્સે હાલના અનુમાનોમાં દાવો કર્યો છે કે દેશમાં જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીના શરૂઆતમાં એક દિવસમાં 10 લાખથી વધુ કોવિડ કેસ જોવા મળી શકે છે. તે સમયે ત્રીજી લહેર તેના પીક પર પહોંચવા લાગશે. 

ત્રીજી લહેર અંગે ભવિષ્યવાણી
બેંગ્લુરુ સ્થિત IISc-ISI માં સેન્ટર ફોર નેટવર્ક્ડ ઈન્ટેલિજન્સ(Center For Networked Intelligence) ની ટીમ દ્વારા ઓમિક્રોન પર પ્રસ્તુત પ્રોજેક્ટ્સ જાન્યુઆરી-માર્ચ 2022 IISc-ISI Model માં પણ ભવિષ્યવાણી કરાઈ છે કે ત્રીજી કોવિડ લહેર જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ચરમ પર હોઈ શકે છે. તે સમયે રોજના 10 લાખ કેસ આવી શકે છે. 

ત્રીજી લહેરનો થશે અંત
જો કે જોશીએ એમ પણ કહ્યું કે ત્રીજી લહેરનો પીક અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે હશે. કેસમાં કમીથી ભારતમાં ત્રીજી લહેરનો અંત પણ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 2,38,018 નવા કેસ આવ્યા અને કુલ 310 લોકોના કોરોનાથી મોત થયા. 

કોવિડના કેસમાં ઘટાડો જોવા મળ્યો
કોવિડ કેસના લેટેસ્ટ આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે દેશમાં કોરોનાના 2,58,089 નવા કેસ નોંધાયા હતા અને 385 લોકોના મોત થયા હતા. જ્યારે મંગળવારે નવા કેસમાં ઘટાડો થયો અને 2,38,018 કેસ નોંધાયા. દેશમાં ઓમિક્રોનની સંખ્યા વધીને 8891 થઈ છે. જે સોમવાર કરતા 8.31 ટકા વધુ છે. 

(ઈનપુટ- IANS)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news