નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના મોડલ ટાઉનમાં બિઝનેસમેનની હત્યા તેની જ ગર્લફ્રેન્ડે પોતાની માતા અને મંગેતર સાથે મળીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે આરોપીઓએ નીરજ નામના બિઝનેસમેનની લાશ સૂટકેસમાં ભરીને ટ્રેન દ્વારા ગુજરાતના ભરૂચમાં ઠેકાણે લગાવી હતી. પરંતુ આમ છતાં આ આરોપીઓ પોલીસની પકડમાં આખરે આવી જ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ: વહેલી સવારે એન્કાઉન્ટરમાં 4 આતંકીનો ખાતમો, ટ્રકમાં છૂપાઈને કાશ્મીર ખીણ તરફ જઈ રહ્યા હતા 


બનાવની વિગત એવી છે કે મૃતક બિઝનેસમેન પોતાની ઓફિસમાં કામ કરતી એક ફૈસલ નામની યુવતીને પ્રેમ કરતો હતો. બિઝનેસમેન નીરજનું 10 વર્ષથી ફૈસલ (29) સાથે એકસ્ટ્રા મેરિટલ અફેર (લગ્નેત્તર સંબંધ) ચાલુ હતો. આ બંને લગ્ન પણ કરવા માંગતા હતા. પરંતુ ફૈસલનો પરિવાર આ સંબંધથી ખુશ નહતો. આથી ફૈસલના પરિવારે તેમના લગ્ન ઝૂબેર નામના યુવક સાથે નક્કી કરી દીધા. પોલીસના જણાવ્યાં મુજબ નીરજને ફૈસલે આદર્શ નગરના કેવલ પાર્કવાળા પોતાના ઘરે બોલાવ્યો, જ્યાં નીરજની મુલાકાત ફૈસલ, તેની માતા શાહીન નાઝ અને ઝૂબેર સાથે થઈ. નીરજ અને ફૈસલના પરિવાર વચ્ચે તેમના સંબંધને લઈને વિવાદ શરૂ થયો. ત્યારબાદ તક ભાળીને ઝૂબેરે નીરજના માથા પર ઈંટથી હુમલો કર્યો અને ત્યારપછી ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. 


તહેવારો ટાણે દિલ્હીમાં કોરોનાથી હાહાકાર, મોતનો તૂટ્યો રેકોર્ડ, એક જ દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા


પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કહ્યું કે હત્યા કર્યા પછી ઝૂબેરે નીરજના મૃતદેહને ભરૂચ પાસે ફેંકી દીધો. આરોપી ઝૂબેર રેલવે પેન્ટ્રીમાં કામ કરે છે. ઝૂબેરે પહેલા નીરજના મૃતદેહને એક સૂટકેસમાં ભરી દીધો. એવું પણ કહેવાય છે કે નીરજના મૃતદેહના ટુકડાં કરી દેવાયા હતા. પછી તે ગોવા માટે રાજધાની ટ્રેનમાં ચડી ગયો. રસ્તામાં આરોપી ઝૂબેરે નીરજની લાશથી ભરેલી સૂટકેસને ચાલુ ટ્રેનમાં ભરૂચ પાસે ફેંકી દીધો. આ દરમિયાન 14 નવેમ્બરના રોજ મૃતકની પત્ની દ્વારા નીરજના ગૂમ થયાની ફરિયાદ થઈ. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો પીડિત પરિવારે ફૈસલ પર શક જતાવ્યો. ત્યારબાદ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી. પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીઓ ફૈસલ, શાહીન અને ઝૂબેરની ધરપકડ કરી લીધી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube