નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હામાં કોરોના (corona virus) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. શનિવારે કોરોનાના કેસે આ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. દિલ્હી સરકાર તરફથી જારી હેલ્થ બુલેટિન પ્રમાણે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 813 નવા કેસ સામે આવ્યા છે. આ વર્ષ 2021માં એક દિવસમાં દિલ્હીમાં નોંધાનાર સૌથી વધુ કેસ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 567 લોકો સાજા થયા છે અને આ વાયરસને કારણે બે લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3409 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં અત્યાર સુધી 10 હજાર 955 લોકોના મોત
નવા કેસ સામે આવ્યા બાદ દિલ્હીમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6 લાખ 47 હજાર 161 થઈ ગઈ છે. તો અત્યાર સુધી સારવાર બાદ 6 લાખ 32 હજાર 797 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે વાયરસને કારણે અત્યાર સુધી 10 હજાર 955 લોકોના મૃત્યુ થયા છે. 


આ પણ વાંચોઃ America ના રક્ષામંત્રી લૉયડ ઓસ્ટિને વિદેશ મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ વાતચીત  


આ પહેલા શુક્રવારે દિલ્હીમાં 716 નવા કેસ સામે આવ્યા હતા. તો ગુરૂવારે 607, બુધવારે 536 કેસ નોંધાયા ગતા. મંગળવારે દિલ્હીમાં 425 કેસ સામે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થયો હતો. શુક્રવારે દિલ્હીમાં કુલ 77 હજાર 888 ટેસ્ટ કરવામાં આવ્યા. તેમાં 46 હજાર 292 આરટી-પીસીઆર તો 29 હજાર 596 રેપિડ એન્ટીજન ટેસ્ટ થયા હતા. 


આ વર્ષે એક જાન્યુઆરીએ 585 અને ત્રણ જાન્યુઆરીએ 424 નવા કેસ સામે આવ્યા હતા. 11 જાન્યુઆરીએ દરરોજ સામને આવનાર કેસ 306 તો 12 જાન્યુઆરીએ વધીને 386 થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં નવા કેસમાં ઘટાડો થયો હતો. 26 ફેબ્રુઆરીએ તે મહિનાના સૌથી વધુ 256 કેસ સામે આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube