America ના રક્ષામંત્રી લૉયડ ઓસ્ટિને વિદેશ મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ વાતચીત

એસ જયશંકરે કહ્યુ કે, આ દરમિયાન વૈશ્વિક રણનીતિક સ્થિતિ પર વ્યાપક વાતચીત થઈ. અમે રણીતિક ભાગીદારી વધારવાને લઈને તેમની સાથે કામ કરવા તત્પર છીએ. 
 

America ના રક્ષામંત્રી લૉયડ ઓસ્ટિને વિદેશ મંત્રી જયશંકર સાથે કરી મુલાકાત, આ મુદ્દે થઈ વાતચીત

નવી દિલ્હીઃ અમેરિકાના રક્ષા મંત્રી લૉયડ જેમ્સ ઑસ્ટિન (US Defence Secretary Lloyd Austin) આ સમયે ત્રણ દિવસીય ભારત યાત્રા પર છે. તેમણે આજે વિદેશ મંત્રાલયમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. એસ જયશંકરે કહ્યુ કે, આ દરમિયાન વૈશ્વિક રણનીતિક સ્થિતિ પર વ્યાપક વાતચીત થઈ. અમે રણીતિક ભાગીદારી વધારવાને લઈને તેમની સાથે કામ કરવા તત્પર છીએ. 

શનિવારે અમેરિકાના રક્ષા સચિવ લૉયડ ઑસ્ટિને નેશનલ વોર મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. અમેરિકાના રક્ષા સચિવ લૉયડ જેમ્સ ઑસ્ટિનને વિજ્ઞાન ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. વિજ્ઞાન ભવનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અમે અમેરિકી રક્ષા સચિવ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા થઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ, અમે વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને પૂરી ક્ષણતાનો અહેવાસ કરાવવા માટે દ્રઢ છીએ. રક્ષા સહયોગ પર વ્યાપક રૂપથી વાતચીત, મિલિટરી ટૂ મિલિટરી એન્ગેજમેન્ટ વધારવા, સૂચના ભાગીદારી અને રક્ષા તથા મ્યુચુઅલ લોજિસ્ટિક સપોર્ટના ઉભરતા ક્ષેત્રમાં સહયોગ પર પણ ચર્ચા થઈ છે. 

— ANI (@ANI) March 20, 2021

અમેરિકી રક્ષા મંત્રી લૉયડ જેમ્સ ઑસ્ટિને કહ્યુ કે, અમારા સંબંધ ફ્રી અને ઓપન ઈન્ડો-પેસિફિક રીઝનનો એક ગઢ છે. પીએમ મોદીએ કહ્યુ કે, ભારત ફ્રીડમ ઓફ નેવિગેશન અને ફ્રીડમ ઓફ ઓવરફ્લાઇટ માટે ઊભુ છે. આ ક્ષેત્રી સુરક્ષા માટે અમારા સંયુક્ત દ્રષ્ટિકોણનું પુષ્ટિ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news