નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની જાણીતી તીસ હજારી કોર્ટમાં શનિવારે વકીલો અને પોલીસો વચ્ચે થયેલી મારામારીના વિરોધમાં સોમવારે દિલ્હીની તમામ અદાલતોના વકીલોએ હડતાળ પાડી છે. આ દરમિયાન અનેક જગ્યાએ વકીલો દ્વારા પોલીસ કર્મચારીઓને મારવાના સમાચાર આવ્યા છે. સવારે ઈસ્ટ દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં વકીલોએ એક પોલીસવાળાને મેથીપાક ચખાડ્યો હતો. ત્યાં હવે બપોર પછી દક્ષિણ દિલ્હીની સાકેત જિલ્લા અદાલતમાં પણ વકીલો દ્વારા એક પોલીસવાળાને મારવાના સમાચાર આવ્યા છે. અહીં મોટરસાઈકલ પર આવેલા એક પોલીસ કર્મીને વકીલોએ ઘેરી લીધો હતો અને પછી બરાબરનો ઢીબી નાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન કેટલાક વકીલોએ તેનો વીડિયો ઉતારી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. પોલીસ કર્મચારીએ બાઈક પર વકીલો વચ્ચેથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ વકીલોએ તેને બરાબર ઢીબ્યો હતો. કકડકડડૂમા કોર્ટમાં વકીલોએ એક પોલીસ કર્મચારીને મારવાની સાથે મહિલા પત્રકાર સાથે પણ દુરવ્યવહાર કર્યો હોવાના સમાચાર છે. 


દિલ્હીમાં ઘરના અંદર પણ પ્રદૂષણ, શું આ રીતે જીવન જીવી શકાય? સુપ્રીમનો વેધક સવાલ


ઉલ્લેખનીય છે કે, શુનિવારે તીસ હજારી કોર્ટમાં પાર્કિંગના મુદ્દે વકીલો અને પોલીસ વચ્ચે ચડસાચડસી થયા પછી વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. કેટલાક વકીલોએ સરકારી વાહનોને પણ આગ લગાડી હતી. જેના કારણે તીસ હજારી કોર્ટમાં વાતાવરણ તંગ બની ગયું હતું. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....