Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર અસર, બે દિવસ માટે તમામ પ્રાથમિક શાળાઓ બંધ
Delhi Schools Closed: દિલ્હીમાં એર ક્વોલિટી છેલ્લા કેટલાક દિવસથી ખુબ ખરાબ થઈ ગઈ છે. તેવામાં દિલ્હી સરકારે આગામી બે દિવસ માટે સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ Delhi Pollution Today: દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક સરકારી અને ખાનગી સ્કૂલ બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાણકારી આપી છે. પાંચમાં ધોરણ સુધીની તમામ શાળાઓ બંધ રહેશે. ગુરુવારે (2 નવેમ્બર) રાજધાનીમાં દિવસભર ધુમ્મસ છવાયું હતું. આવી સ્થિતિમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાયુ પ્રદૂષણ બાળકો અને વૃદ્ધો માટે જોખમી માનવામાં આવે છે.
આ પહેલા દિલ્હીમાં એર ક્વોલિટીના ગંભીર શ્રેણીમાં પહોંચ્યા બાદ તબક્કાવાર પ્રતિભાવ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કાને લાગૂ કરવામાં આવ્યો. આ હેઠળ બિન જરૂરી નિર્માણ ગતિવિધિઓ અને ડીઝલથી ચાલનાર ટ્રકોને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારની વાયુ પ્રદૂષણ નિયંત્રણ યોજના જીઆરએપી શિયાળાની સીઝન દરમિયાન દિલ્હી-એનસીઆરમાં લાગૂ કરવામાં આવે છે. સાંજે પાંચ કલાકે દિલ્હીનો વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઈ) 402 રહ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તાની સ્થિતિની સમીક્ષાથી સંબંધિત બેઠકમાં, વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ પંચે કહ્યું કે પ્રતિકૂળ હવામાન અને જળવાયુ પરિસ્થિતિઓને કારણે પ્રદૂષણનું સ્તર હજુ વધવાની આશંકા છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, નીતિન પટેલનું નામ સામેલ
સીએક્યૂએમ ક્ષેત્રમાં પ્રદૂષણને રોકવા માટે રણનીતિ તૈયાર કરનાર એક વૈધાનિક સંસ્થા છે. વાયુ ગુણવત્તા સૂચકાંકના આધાર પર જીઆરએપીને ચાર તબક્કામાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જ્યારે AQI 201 થી 300 (નબળું) હોય ત્યારે પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવે છે, જ્યારે AQI 301 થી 400 (ખૂબ જ નબળો) હોય ત્યારે બીજો તબક્કો લાગુ કરવામાં આવે છે, જ્યારે AQI 401 થી 450 (ગંભીર) હોય ત્યારે ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવે છે અને ચોથો તબક્કો અમલમાં આવે છે. જ્યારે AQI 450 (ખૂબ ગંભીર) હોય ત્યારે લાગુ પડે છે.
જીઆરએપીના ત્રીજા તબક્કામાં જરૂરી સરકારી પરિયોજનાઓ, ખનન અને પથ્થર તોડવાના નિર્માણને છોડી, તોડફોડના કાર્યો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. ત્રીજા તબક્કામાં દિલ્હીથી બહાર રજીસ્ટ્રડ હળવા કોમર્શિયલ વાહનો, ડીઝલથી ચાલનાર ટ્રકો અને મધ્ય તથા ભારે માલ વાહનો (જરૂરી સેવાઓને છોડીને) ના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube