નવી દિલ્હી: દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે. મંગળવાર સવારે 6:47 વાગે દિલ્હીના લોધી રોડ પર પ્રદૂષક તત્વ પીએમ 2.5ના સ્તરે 288 પર રહ્યું છે. જ્યારે પ્રદૂષક તત્વ પીએમ 10ના સ્તરે 280 પર રહ્યું છે. તેઓ ખરાબ કેટેગરીમાં આવે છે. ત્યારે હાઇકોર્ટે દેશની રાજધાની વિસ્તારમાં પેટ્રોલથી ચાલતા 15 વર્ષ જૂના અને ડીઝલથી ચાલતા 10 વર્ષ જૂના વાહનો પર પ્રતિંબધ લગાવ્યો છે. વધતા જતાં પ્રદૂષણને લઇ ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને દિલ્હીમાં આપ સરકાર એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએઓ)ની એક રિપોર્ટ સામે આવી છે. જેના મુજબ વર્ષ 2016માં ભારતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના લગભગ એક લાખ બાળકોને ઝેરી હવાની અસરથી આવવાથી મોત થયું હતું. સાથે જ, તેમાં જણાવવામાં આવ્યું હતું કે નિમ્ન તેમજ મધ્યમ વર્ગના દેશોમાં પાંચ વર્ષથી નાની ઉંમરના 98 ટકા બાળકો 2016માં હવામાં હાજર પાતળા કણો (પીએમ)થી થતા હવાના પ્રદૂષણનો શિકાર બન્યા હતા.


હાઇ કોર્ટે દિલ્હી અને દેશની રાજધાની વિસ્તામાં પ્રદુષણની સ્થિતિને ખુબજ ચિંતાજનક જણાવતા આદેશ કર્યો હતો કે પેટ્રોલથી ચાલતા 15 વર્ષ જૂના અને ડીઝલથી ચાલતા 10 વર્ષ જૂના વાહનોની યાદી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પરિવહન વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે.


ત્યારે ગ્રીનપીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં ભારતના પ્રદૂષણ સ્તરની ખબૂજ ભયાનક તસવીર દેખાડવામાં આવી છે. રિપોર્ટના અનુસાર નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જનના વર્લ્ડના ત્રણ સૌથી મોટા હોટસ્પોર્ટ ભારતમાં છે અને તેમાંથી એક દિલ્હી-એનસીઆરમાં છે. પીએમ 2.5 અને ઓઝોનના નિર્માણ માટે નાઇટ્રોઝન ઓક્સાઇડ જવાબદાર છે.


દેશની રાજધાનીમાં વધતા પ્રદુષણ માટે ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને દિલ્હીની આપ સરકાર એક-બીજાને દોષ આપી રહી છે અને પ્રભાવી પગલા ન ઉઠાવવાના એકબીજા પર આરોપ લગાવી રહી છે. મુખ્યમંત્રી એરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ગંભીર હવા પ્રદુષણ માટે કેન્દ્ર અને હરિયાણા તેમજ પંજાબની સરકારને જવાબદાર ગણાવી આરોપ લગાવ્યો કે આપ સરકારના બધા પ્રયત્નો છતાં તેઓ કંઇપણ કરવા તૈયાર નથી.


કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘દિલ્હીમાં પ્રદુષણ સંપૂર્ણ વર્ષ નિયંત્રણમાં રહ્યું પરંતુ પ્રતિવર્ષ આ સમય (ઠંડીમાં) દિલ્હીને કેન્દ્ર, ભાજપના વડપણ હેઠળની હરિયાણા અને કોંગ્રેસના વડપણ હેઠળ પંજાબ સરકારના કારણે ગંભીર પ્રદૂષણનો સોમનો કરવો પડે છે.’ તેમણે કહ્યું, ‘અમારા બધા જ પ્રયાસો છતાં તેઓ કઇપણ કરવા તૈયાર નથી. આ બન્ને રાજ્યોના ખેડૂતો પણ તેમની સરકારથી તંગ આવી ચુક્યા છે.’


કેજરીવાલના આરોપોનો જવાબ આપતા પર્યાવરણ મંત્રી હર્ષવર્ધને આરોપ લગાવ્યો કે આપ સરકાર પ્રદૂષણને રોકવા માટે મૂળભૂત પગલાં લેવા માટે નિષ્ફળ રહ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે કેજરીવાલ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો પર આરોપો લગાવી પોતાની જવાબદારીઓથી પાછળ હટી શકો નહીં.