નવી દિલ્હી: આમ આદમીના નારા સાથે રાજકીય ગલીઓથી પસાર થઇને સત્તાના સિંહાસન સુધી પહોંચનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં 1.3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કેજરીવાલે પોતાની સંપત્તિના આંકડા જાહેર કર્યા છે. કેજરીવાલે કરેલા એફિડેવિટ મુજબ કેજરીવાલ પાસે 3.4 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને વર્ષ 2015 ની સરખામણીએ આ સંપત્તિમાં 1.3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સોંગધનામા અનુસાર આ વખતે એમની પાસે 3.4 કરોડની સંપત્તિ છે જ્યારે 2015 માં એમની સંપત્તિ 2.1 કરોડ રૂપિયા હતી. સીએમ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પાસે 2015 માં રોકડ અને એફડી 15 લાખ રૂપિયાની હતી જે 2020 માં વધીને 57 લાખ રૂપિયા થઇ છે. પાર્ટીના એક પદાધિકારીએ કહ્યું કે, સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લાભ (વીઆરએસ) અંતર્ગત સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા મળ્યા હતા. જે રકમ અને અન્ય એમની બાકીની બચત મળીને આ આંકડો છે. 


મુખ્યમંત્રી પાસે રોકડ અને એફડી 2015માં 2.26 લાખ હતા જે 2020 માં વધીને 9.65 લાખ થઇ છે. એમના પત્નીની અચલ સંપત્તિ (Fixed Assets) માં કોઇ ફેરફાર નથી. જ્યારે કેજરીવાલની અચલ સંપત્તિ 92 લાખથી વધીને 177 લાખ રૂપિયા થઇ છે. પાર્ટીના પદાધિકારીઓએ જણાવ્યું કે, 2015 માં કેજરીવાલની જેટલી અચળ સંપત્તિ હતી એના ભાવમાં વધારો થતાં આ સંપત્તિનું મૂલ્ય વધ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube