arvind kejriwal

ચારેતરફથી કોરોનાના ટેન્શનવાળા માહોલ વચ્ચે દિલ્હીથી આવ્યા રાહતના સમાચાર

કોરોના વાયરસ (Corona virus) ના ખૌફ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલત હાલ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં માત્ર એક જ કેસ વધ્યો છે.

Mar 26, 2020, 01:16 PM IST

કોરોના પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમા બંધ કરાયા મોલ

કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે (Corona virus Outbreak india) મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ શોપિંગ મોલ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી છે. આ સાથે જ કહ્યું છે કે, મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. આવામાં કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી. 

Mar 20, 2020, 02:48 PM IST

નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત

નિર્ભયા કેસ(Nirbhaya Case) ના દોષિતોને ફાંસીની સજા મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નિર્ભયાને ન્યાય મળવામાં સાત વર્ષ લાગી ગયા. આજે આપણે લોકોએ નિશ્ચય કરી લેવું જોઈએ કે, આ પ્રકારની ઘટના ફરીથી બનવી ન જોઈએ. આપણે જોયું કે, દોષિતોને અંતિમ સમય સુધી કેવી રીતે કાયદા સાથે રમત રમાઈ રહી છે. આપણી સિસ્ટમમાં અનેક ખામીઓ છે. આપણે તેને સારી કરવાની જરૂર છે.

Mar 20, 2020, 09:59 AM IST

‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ને લોકોએ ફરીએકવાર સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ કરી રહી છે. બે વર્ષ પહેલા ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવેલી સ્વરા ભલે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ હોય, પરંતુ હાલ ભારત સરકાર વિર્દુધ સતત પોતાનો ક્રોધ વ્યક્ત કરીને તે કેટલાક લોકોના રોષનો શિકાર બની રહી છે. NPR (National Population Register) અને NRC (National Register of Citizens)ના વિરોધમાં સ્વરા સત લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતી નજર આવી રહી છે. 

Mar 16, 2020, 08:53 AM IST

અનુરાગ કશ્યપના ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અરવિંદ કેજરીવાલ પર, ટ્વિટ કરીને કહી દીધું કે....

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર શાબ્દિક એટેક કર્યો છે. દિલ્હી સરકારે 2016 રાજદ્રોહ મામલા (Sedition Case)માં કન્હૈયા કુમાર (Kanhaiya Kumar), ઉમર ખાલિદ અને બીજી વ્યક્તિઓ સામે રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. 

Feb 29, 2020, 10:36 AM IST

દિલ્હીમાં શાંતિ માટે કેજરીવાલે રાજઘાટ પર કરી પ્રાર્થના, કહ્યું- હિંસાથી દેશભરમાં ચિંતા

શાંતિ પ્રાર્થના બાદ રાજઘાટ પર સીએમ અરવિંદ કેજરીવાલે મીડિયાને કહ્યું કે, દેશ દિલ્હીની હિંસાને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી હિંસાને લઈને સરકાર ચિંતિત છે.

Feb 25, 2020, 04:18 PM IST

મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી શાળાની મુલાકાત કરશે, કેજરીવાલ અને સિસોદીયાને NO ENTRY

અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીના એક સરકારી શાળાના કાર્યક્રમમાં પણ સામેલ થવાના છે. પરંતુ દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા ભાગ લઈ શકશે નહીં. કહેવાય છે કે તેમના નામ લિસ્ટમાંથી હટાવી દેવાયા છે. 

Feb 22, 2020, 03:19 PM IST

ગૃહ મંત્રી અમિત શાહને CM કેજરીવાલ, શાહીન બાગ મુદ્દે આપ્યું આ નિવેદન

સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. આ અવસર પર અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમિત શાહની સાથે શાહીન બાગના મુદ્દે કોઇ વાત થઇ નથી.  

Feb 19, 2020, 04:45 PM IST

અરવિંદ કેજરીવાલે કરી મંત્રાલયોની વહેંચણી, પોતાની પાસે કોઇ પોર્ટફોલિયો રાખ્યો નહી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણના એક દિવસ બાદ સોમવારે પોતાનો કાર્યભાર સંભાળતાં જ મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાસે કોઇ મંત્રાલય રાખ્યું નથી. દિલ્હી જલ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈનને આપી છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગેહલોત રાય સંભાળશે.

Feb 17, 2020, 05:29 PM IST

પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલ બોલ્યા- કાશ! તમે શપથ ગ્રહણમાં આવ્યા હોત તો

સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસ પર હતા. પીએમ મોદીએ તેમને શપથ ગ્રહણ પર ટ્વીટરથી શુભેચ્છા આપી છે. 

Feb 16, 2020, 11:28 PM IST

દિલ્હી જીત્યા બાદ AAPનું 'મિશન ઈન્ડિયા', એક કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય

દિલ્હીમાં એકવાર નહીં, પરંતુ બે-બે વાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદૂને પરાજય આપ્યા બાદ કેજરીવાલે પોતાના સંબોધનમાં પ્રદેશની રાજનીતિ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું. પરંતુ સાંજ પડતા-પડતા પાર્ટીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા અને તેના પ્લાન પણ સામે આવી ગયા છે. 

Feb 16, 2020, 10:52 PM IST

કેજરીવાલ સહિત દિલ્હી સરકારના 5 મંત્રી કરોડપતિ, મંત્રીમંડળની સરેરાશ ઉંમર 47.2 વર્ષ

દિલ્હી સરકારમાં સૌથી ધનવાન મંત્રી નઝફગઢથી ધારાસભ્ય 45 વર્ષીય કૈલાશ ગેહલોત છે અને સૌથી ઓછી સંપત્તિ ગોપાલ રાયની પાસે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટ પ્રમાણે ગેહલોતે  46.07 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની જાણકારી આપી છે.

Feb 16, 2020, 07:31 PM IST

શપથ લીધે વખતે કેજરીવાલે યાદ કર્યા પીએમ મોદીને, કહ્યું કે...

અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે ઐતિહાસિક રામલીલા મેદાનાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટેના સોગંધ લીધા છે.

Feb 16, 2020, 02:22 PM IST
arvind kejriwal become third time cm of delhi PT5M39S

સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે શપથ લીધા

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અરવિંદ કેજરીવાલ સાથે બીજા 6 ધારાસભ્ય મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઇમરાન હુસૈન તેમજ રાજેન્દ્ર પાલ ગૌતમ પણ શપથ લીધા.

Feb 16, 2020, 01:55 PM IST

આજે ત્રીજી વખત દિલ્હીના CM બનશે અરવિંદ કેજરીવાલ, છ મંત્રીઓ પણ લેશે શપથ

એક અંદાજ પ્રમાણે રામલીલા મેદાન (Ramlila Maidan)માં યોજાઈ રહેલા શપથ ગ્રહણ સમારોહમાં એક લાખ લોકો પહોંચશે

Feb 16, 2020, 10:01 AM IST
Arvind Kejriwal wll take oath as Delhi's CM PT2M24S

આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે...

આજે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જીત હાંસલ કરનારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આજે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રીના પદે શપથ લેશે. દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ સહિત 6 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ દરમિયાન મંચ પર સફાઈ કર્મચારી, ડોક્ટર, બાઈક એમ્બ્યૂલન્સ રાઈડર્સ, અન્ય કર્મચારીઓ, ઈજનેરો સહિત દિલ્હીના 50 નિર્માતા પણ ઉપસ્થિત રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Feb 16, 2020, 08:55 AM IST

અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ સમારોહ માટે PM મોદીને ખાસ આપ્યું આમંત્રણ

આમ આદમી પાર્ટી ફરીથી દિલ્હીમાં જંગી બહુમતી સાથે સત્તામાં આવી છે. અરવિંદ કેજરીવાલ 16મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Feb 14, 2020, 03:49 PM IST

ન તો CM, ન PM, આ 'બેબી મફલરમેન' બનશે કેજરીવાલના શપથગ્રહણમાં ખાસ મહેમાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતી સાથે સત્તામાં વાપસી થઈ છે. અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. પરંતુ આ વખતે કેજરીવાલની સાથે સાથે એક છોટે કેજરીવાલે પણ દિલ્હી ચૂંટણી પરિણામના દિવસે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યુ હતું.

Feb 13, 2020, 08:50 PM IST

PMના વિકાસવાળા રાજકારણની કોપી કરીને કેજરીવાલ બન્યાં અરવિંદ 'મોદીવાલ'!

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આમ આદમી પાર્ટીએ સતત બીજીવાર રેકોર્ડ બેઠકો મેળવીને ઈતિહાસ રચ્યો છે. જો આ ચૂંટણી મેચને જોઈએ તો અરવિંદ કેજરીવાલે જે ખેલાડીના પરફોર્મન્સને કદાચ સૌથી નજીકથી જોયું અને સમજ્યું તેમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

Feb 12, 2020, 02:29 PM IST

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ ચર્ચા, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખતરો છે કેજરીવાલ 3.0? 

દિલ્હીમાં બંપર જીત બાદ કહેવાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwa) નું રાષ્ટ્રીય રાજકારણમાં કદ વધશે અને તે વિપક્ષના ચહેરા તરીકે ઊભરી આવી શકે છે. જો કે રાજકીય જાણકારોનું માનવું છે કે કેજરીવાલ માટે આ રસ્તો હજુ લાંબો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી આવવામાં હજુ સમય લાગશે. 

Feb 12, 2020, 01:48 PM IST