7 કલાક રાહ જોયા બાદ અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી સીટથી નોંધાવી ઉમેદવારી
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, તે પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે રાહ જોઈ રહ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું કે, ઉમેદવારી કરવાની રાહ જોઈ રહ્યો છું, મારો ટોકન નંબર 45 છે.
નવી દિલ્હીઃ સાત કલાક સુધી રાહ જોયા બાદ આખરે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. તેમણે દિલ્હીના જામનગર હાઉસમાં નવી દિલ્હી સીટથી ઉમેદવારી નોંધાવી છે. આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉમેદવારી પત્રક ભરવા માટે ખુબ રાહ જોવી પડી હતી.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, તે પોતાની ઉમેદવારી દાખલ કરવા માટે રાહ જોઈ રહ્યાં છે. તેમણે ટ્વીટ કર્યું કે, ઉમેદવારી કરવાની રાહ જોઈ રહ્યો છું, મારો ટોકન નંબર 45 છે. અહીં ઉમેદવારી કરવા માટે ઘણા લોકો લાઇનમાં છે. મને ખુશી છે કે લોકતંત્રના આ પર્વમાં ઘણા લોકો ભાગ લઈ રહ્યાં છે.
મોટી સંખ્યામાં ઉમેદવારી થવાને કારણે કેજરીવાલે રાહ જોવી પડી હતી. તેનું કારણ 30થી વધુ ડીટીસી કર્મચારી છે, જેને વર્ષ 2018માં ધરણા આપવા દરમિયાન નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ડીટીસીના આશરે 250 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ધરણા દરમિયાન નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તેમાંથી 30 લોકોએ મંગળવારે ઉમેદવારી નોંધાવી છે. તે મુખ્યપ્રધાનની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે.
દિલ્હીઃ LGને મળ્યા બાદ નરમ પડ્યા શાહીન બાગના પ્રદર્શનકારી, છૂટ આપવા તૈયાર
શું કહ્યું કેજરીવાલે
ઉમેદવારી નોંધાવતા પહેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે મંગળવારે કહ્યું કે, તેમની પાર્ટીનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારને હરાવવાનો છે અને દિલ્હીને આગળ લઈ જવાનું છે, જ્યારે અન્ય દળનો ઈરાદો તેમને (કેજરીવાલ)ને હરાવવાનો છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, લડાઈ અન્ દળો અને આપ દ્વારા કરવામાં આવેલા કાર્યોની છે.
તેમણે ટ્વીટ કર્યું, 'એક તરફ- ભાજપ જેડી (યૂ)', એલજેપી, જેજેપી, કોંગ્રેસ, આરજેડી છે.. બીજીતરફ- સ્કૂલ, હોસ્પિટલ, પાણી, વિજળી, ફ્રી મહિલા યાત્રા, દિલ્હીની જનતા, મારો ઈરાદો છે- ભ્રષ્ટાચારને હરાવવાનો અને દિલ્હીને આગળ લઈ જવાનો, તેનો ઈરાદો છે મને હરાવવાનો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube