જાન્યુઆરીમાં થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ફેબ્રુઆરીમાં થશે મતદાનઃ સૂત્ર
સૂત્રો અનુસાર દિલ્હી અને ઝારખંડની ચૂંટણી એકસાથે ત્યારે જ યોજાઈ શકે છે, જો અરવિંદ કેજરીવાલ વિધાનસભાનો કાર્યકાળ પુરો થાય એ પહેલા જ તેને ભંગ કરવાની જાહેરાત કરે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી એક સાથે નહીં યોજાય. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત આગામી વર્ષે જાન્યુઆરીમાં થઈ જશે અને મતદાન ફેબ્રુઆરીમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી, 2020માં પૂરો થઈ રહ્યો છે અને ચૂંટણી પંચ આ વર્ષના અંતમાં દિલ્હીમાં ચૂંટણી કરાવાની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર દિલ્હી અને ઝારખંડની ચૂંટણી એકસાથે ત્યારે જ યોજાઈ શકે છે, જો અરવિંદ કેજરીવાલ વિધાનસભાનો કાર્યકાળ પુરો થાય એ પહેલા જ તેને ભંગ કરવાની જાહેરાત કરે.
જમ્મુ-કાશ્મીરમાં આજથી પ્રતિબંધ હટતા પર્યટકો માટે 'દરવાજા ખુલ્લા' સરકારે બહાર પાડી એડવાઈઝરી
ઉલ્લેખનીય છે કે, 2015માં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીએ વિક્રમી બહુમત મેળવ્યો હતો. આમ આદમી પાર્ટીએ દિલ્હીની 70 વિધાનસભા સીટમાંથી 67 સીટ પર વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપને માત્ર 3 સીટ મળી હતી.
જુઓ LIVE TV....