નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના સ્પીકર(Delhi Assembly Speaker) રામનિવાસ ગોયલને(Ram Nivas Goel) 6 મહિનાની સજા સંભળાવાઈ છે. રાઉજ એવેન્યુ કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ, તેમના પુત્ર સુમિત ગોયલ, હિતેશ ખન્ના, અતુલ ગુપ્તા અને બલવિર સિંહને 6 મહિનાની કેદ અને દંડની સજા સંભાવી છે. કોર્ટે તમામ દોષિતોને 10-10 હજારના બોન્ડ પર જામીન આપ્યા છે, જેથી તેઓ ઉપલી અદાલતમાં ચૂકાદાને પડકારી શકે. રામનિવાસ પર ભાજપના નેતા મનીષ ઘઈના ઘરમાં જબરદસ્તીથી ઘુસી જવાનો આરોપ હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 ફેબ્રુઆરી, 2015ના રોજ રામનિવાસ ગોયલ અને તેમના ત્રણ પુત્રો ભાજપના નેતા મનીષ ઘઈના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમની સાથે મારામારી કરી હતી. જોકે, રામનિવાસ ગોયલે કોર્ટમાં દલીલ રજુ કરતા જણાવ્યું હતું કે, તેમને માહિતી મળી હતી કે ભાજપના નેતાએ પોતાના ઘરમાં ધાબળા અને દારૂ છુપાવ્યો છે, જે ચૂંટણી પહેલા ગરીબોમાં વહેંચવાનો હતો. 


હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ISIS અને ગુજરાત કનેક્શન બહાર આવ્યું


તેમણે આ માહિતી પોલિસને જણાવી હતી અને પોલિસની સાથે પીડિતના ઘરમાં પ્રવેશ્યા હતા. જોકે, કોર્ટે રામનિવાસ ગોયલ અને અન્યની દલીલો સ્વીકારી નહીં અને તેમને દોષી ઠેરવતા 6-6 મહિનાની જેલની સજા અને 1-1 હજારનો દંડ ફટકાર્યો છે. 


દહેરાદૂનઃ આ બે બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવી રહ્યા છે નોબેલ વિજેતા અભિજીત બેનરજી


કોર્ટે રામનિવાસ ગોયલને આઈપીસીની ધારા-448 અંતર્ગત દોષી ઠેરવ્યા છે. જ્યારે તેમના પુત્ર સુમિત ગોયલને ધારા-323 એટલે કે મારામારી કરવાના કેસમાં દોષી ઠેરવ્યો છે. મનીષ ઘઈએ જ્યારે રામનિવાસ ગોયલ સામે એફઆઈઆર દાખળ કરી હતી એ સમયે ગોયલ શાહદરા વિસ્તારમાંથી ધારાસભ્ય હતા. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....