હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ISIS અને ગુજરાત કનેક્શન બહાર આવ્યું

હવે, પોલીસે તેમની હત્યામાં સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે અને સાથે જ તપાસમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું છે. કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.
 

હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં ISIS અને ગુજરાત કનેક્શન બહાર આવ્યું

હિતેન વિઠ્ઠલાણી/નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચાકુથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારા મીઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચા લઈને આવ્યા હતા. કમલેશ તિવારીના શરીર પર ચાકુથી 15 વાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમના પર ગોળીબાર પણ કરાયો હતો. પરિજનો ઘાયલ અવસ્થામાં કમલેશને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઈલાજ દરમિયાન તેમનું મોત થઈ ગયું. 

હવે, પોલીસે તેમની હત્યામાં સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે અને સાથે જ તપાસમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું છે. કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. 

ભગવા ડ્રેસમાં આવ્યા હતા હત્યારા
કમલેશ તિવારી હત્યાકાંડમાં પોલીસને મહત્વની કડી મળી છે. ઘટનાને અંજામ આપનારા શંકાસ્પદ હત્યારા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે મુજબ બંને હત્યારાએ ભગવા રંગનો ઝભ્ભો અને પેન્ટ પહેરી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓને શોધવા મથી રહી છે અને ટૂંક સમયમાં જ મોટો ખુલાસો કરવાનો પોલીસે દાવો કર્યો છે. 

કમલેશ પર લાગુ ચૂક્યો છે રાસુકા
પૈગંબર સાહેબ પર ટિપ્પણી કરવાના કારણે કમલેશ તિવારી પર રાસુકા પણ લાગી ચૂક્યો છે. એક સમયે એક મુસ્લિમ સંગઠને તેમનું માથું કાપી નાખવાનો ફતવો પણ બહાર પાડ્યો હતો. બિજનોરના ઉલેમા અનવારૂલ હક્ક અને મુફ્તી નઈમ કાસમી પર કમલેશ તિવારીનું માથું વાઢી નાખવાનો ફતવો આપવાનો આરોપ લાગ્યો હતો. 

કમલેશની હત્યામાં ISISનો હાથ 
પોલીસની તપાસમાં કમલેશ તિવારીની હત્યામાં આતંકવાદી સંગઠન ISISનો હાથ હોવાનું બહાર આવ્યું છે. એવું કહેવાય છે કે, હત્યારાઓએ 16 ઓક્ટોબરના રોજ ગુજરાતના સુરતમાંથી મિઠાઈ ખરીદી હતી અને એ મિઠાઈના ખોખામાં જ તેઓ હથિયાર છુપાવીને લઈને આવ્યા હતા. ISISએ કમલેશની હત્યા કરવાની ધમકી પણ આપી હતી. 

ગુજરાત કનેક્શન 
ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા બે શંકાસ્પદ આતંકવાદીઓએ પણ કમલેશ તિવારીનું નામ આપ્યું હતું. ગુજરાત ATSએ વર્ષ 2017માં ઉબેદ મિર્ઝા અને કાસિમ નામના બે આતંકવાદીની ધરપકડ કરી હતી. બંને શંકાસ્પદને કમલેશ તિવારીનો વીડિયો બતાવીને તેની હત્યા કરવા માટે જણાવાયું હતું. આતંકવાદીઓએ ATSને આપેલી માહિતીના આધારે ATSએ એક રિપોર્ટ બનાવીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કમલેશે પણ થોડા દિવસ અગાઉ સુરક્ષા ન મળતાં ટ્વીટ કરી હતી. તેમણે સુરક્ષા ન આપવા સામે સવાલ ઉઠાવ્યા હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news