#MahaExitPollOnZee: દિલ્હીમાં BJP મારશે ઉંચી છલાંગ, પણ અમિત શાહની આશા પર ફરી વળશે પાણી
દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) માટે શનિવારે સાંજે 6 વાગ્યા સુધી 54.55 ટકા વોટિંગ નોંધાયું છે. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ત્યારે મતદાન પૂરા થયા બાદ વિવિધ ચેનલના એક્ઝિટ પોલ (EXIT POLL) ના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓ પોલ્સમાં આમ આદમી પાર્ટી (AAP) ને બહુમત મળતુ દેખાઈ રહ્યું છે. તો ગત ઈલેક્શનની સરખામણીમાં બીજેપી (BJP) ની સીટ વધતી પણ દેખાઈ રહી છે. જોકે, બીજેપી બહુમતથી દૂર રહી જશે તેવુ આંકડા કહે છે.
ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) માટે શનિવારે સાંજે 6 વાગ્યા સુધી 54.55 ટકા વોટિંગ નોંધાયું છે. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ત્યારે મતદાન પૂરા થયા બાદ વિવિધ ચેનલના એક્ઝિટ પોલ (EXIT POLL) ના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓ પોલ્સમાં આમ આદમી પાર્ટી (AAP) ને બહુમત મળતુ દેખાઈ રહ્યું છે. તો ગત ઈલેક્શનની સરખામણીમાં બીજેપી (BJP) ની સીટ વધતી પણ દેખાઈ રહી છે. જોકે, બીજેપી બહુમતથી દૂર રહી જશે તેવુ આંકડા કહે છે.
કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા, ફરી તરસ્યુ રહી જશે...
ZEE NEWSના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 49 સીટ તથા બીજેપીને 21 સીટ મળી રહી છે. તો કોંગ્રેસ આ ઈલેક્શનના પરિણામમાં કોઈ પણ ખાતુ ખોલતી દેખાઈ રહી નથી.
TIMES NOW ના એક્ઝિટ પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. AAPને 44, બીજેપીને 26 સીટ મળવાનો અંદાજ ચેનલના એક્ઝિટ પોલમાં લગાવાયો છે. તોં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનું અનુમાન લગાવાયું છે.
#MahaExitPollOnZee: બધા EXIT POLLના આંકડા એક જ વાત કહે છે, ફરી બનશે કેજરીવાલની સરકાર
REPUBLIC + જન કી બાતના એક્ઝિટ પોલના આંકડા અનુસાર, આમ આદમી પાર્ટીને ભારે બહુમત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ચેનલના એક્ઝિટ પોલ કહે છે કે, આપને 48-61 સીટ મળશે, જ્યારે કે બીજેપીને 9-21 સીટ મળવાનો અંદાજ છે. તો સાથે જ કોંગ્રેસનું ખાતુ દિલ્હીમાં ખૂલવુ મુશ્કેલ છે. જોકે, આ પરિણામ અંતિમ નથી. દિલ્હી વિધાનસભા માટે આજે થયેલા મતદાનની ગણતરી 11 ફેબ્રુઆરીના રોજ થશે.
તો NEWS X એક્ઝિટ પોલના આંકડા કહે છે કે, દિલ્હીમાં આપ 50-56ના આંકડા સાથે સૌથી આગળ રહેશે, બીજા નંબર બીજેપીને 10-14 સીટ મળી શકશે. તો NEWS Xનુ પરિણામ પણ કોંગ્રેસ માટે નિરાશાજનક બતાવી રહ્યું છે. NEWS Xના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસનું પણ ખાતુ દિલ્હીમાં નહિ ખૂલે.
SEX TOY દુકાનની બહાર પકડાઈ આ સિંગર, કેમેરાની નજરમાં આવતા થઈ શરમથી પાણી પાણી...
ABP-C વોટર પોતાના એક્ઝિટ પોલમાં આપ પાર્ટીને 56 સીટ, બીજેપીને 18 સીટ તથા કોંગ્રેસ સહિત અન્યને 2 સીટ આપી રહ્યું છે.
દિલ્હીના ગત વિધાનસભા ઈલેક્શનનું પરિણામ 10 ફેબ્રુઆરી 2015ના રોજ જાહેર થયું હતું. તેમાં AAPએ 67 સીટ જીતીને પૂર્ણ બહુમતથી સરકાર બનાવી હતી. તો બીજેપીને માત્ર 3 સીટ મળી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતુ પણ ખોલાવી શકી ન હતી. ગત વિધાનસભા ઈલેક્શનમાં 67.12 ટકા મતદાન થયું હતું. જ્યારે કે આ વખતે મતદાન તેની સરખામણીમાં બહુ જ ઓછું થયું છે, જોકે મતદાનની ટકાવારી વધશે તેવી શક્યતા છે. દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં કલ 672 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે. દિલ્હીમાં લગભગ 1.47 કરોડ મતદાતા છે. મતગણતરી 11 ફેબ્રુઆરીના રોજ થશે, જે ફાઈનલ રિઝલ્ટ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...