નવી દિલ્હી: દિલ્હી ભાજપ (Delhi BJP)ના હોદ્દેદારોની નવી ટીમની ઘોષણા આવતા અઠવાડિયે થઈ શકે છે. આ માટે પાર્ટીના નેતાઓ આરએસએસના નેતાઓ સાથે સતત ચર્ચા કરી રહ્યા છે. છેલ્લા ઘણા લાંબા સમયથી મુખ્યધારાની બહાર ચાલી રહેલા ઘણા અગ્રણી નેતાઓ ટીમમાં વાપસીની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઘણા અધિકારીઓને પ્રમોટ કરી મોટી પોસ્ટ્સ પણ સોંપવાની તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત


તમને જણાવી દઇએ કે, ભાજપના રાષ્ટ્રીય એકમની દિલ્હી ટીમના પુનર્ગઠન માટે મહાસચિવ અરૂણ સિંહ અને મહિલા મોરચા અધ્યક્ષ વિજયા રહતકરના નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી એકમના પ્રભારી શ્યામ જાજુએ કહ્યું કે આવા ઘણા જૂથો અને જાતિઓ છે જે આર્થિક રીતે નબળા છે. જેમને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ નથી મળ્યો. આવા જૂથો અને જાતિઓને વિવિધ સ્તરે દિલ્હી ભાજપમાં મહત્વની પોસ્ટ્સ આપવામાં આવશે. આનાથી આવા જૂથો અને જાતિઓના રાજકીય સશક્તિકરણ થશે. તે જ સમયે, આ વિભાગોમાં પક્ષની પહોંચ પણ વધશે.


આ પણ વાંચો:- કોરોનાના કારણે મોહરમ અને ગણેશ ચતુર્થી પર લાગ્યું ગ્રહણ, DDMAએ લીધાં કડક પગલા


દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે, નવા હોદ્દેદારોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આ માટે કોઈ ચોક્કસ સમય કહી શકાય નહીં. પાર્ટીના અન્ય નેતાએ કહ્યું કે, અરૂણસિંહ અને વિજયા રાહતકરે વિવિધ હોદ્દા માટે સંભવિત નેતાઓના નામોની ચર્ચા કરી છે. હવે આરએસએસ સાથે પરામર્શ પણ ચાલી રહી છે. અપેક્ષા રાખવામાં આવે છે કે આવતા અઠવાડિયે દિલ્હી ભાજપ ટીમના નવા સભ્યોના નામની ઘોષણા થઈ શકે.


આ પણ વાંચો:- મોટો ખુલાસો! ચારેબાજુથી પછડાયેલું ચીન હવે કરી રહ્યું છે આ નાપાક હરકત


સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી ભાજપના સંગઠનાત્મક પુનર્ગઠનમાં રાજ્ય કક્ષાની સાથે સાથે વોર્ડ અને જિલ્લા કક્ષાએ પણ ફેરફાર કરવામાં આવશે. પાર્ટીએ અનેક રાઉન્ડની બેઠક બાદ નવા વોર્ડ અને જિલ્લા પ્રમુખોના નામને અંતિમ રૂપ આપ્યું છે. દિલ્હીમાં ભાજપ પાસે 14 જિલ્લા અને 272 વોર્ડ એકમો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર