નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હી બજેટને અત્યાર સુધીનું સૌથી સારૂ બજેટ ગણાવ્યું છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્હી વિધાનસભામાં રજૂ થયેલું બજેટ ઐતિહાસિક છે. તેમણે કેન્દ્ર તથા રાજ્યની સરકારો સાથે તુલના કરતા કહ્યુ કે, દિલ્હીનું બજેટ આઝાદ ભારતમાં પ્રથમવાર એક રોજગાર બજેટના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. રોજગાર પર માત્ર ચૂંટણી સમયે વાત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષમાં 20 લાખ નોકરીનું લક્ષ્ય
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે પંજાબમાં નવી સરકાર બન્યાના 10 દિવસની અંદર 25 હજાર નોકરીઓની જાહેરાત કરવામાં આવી છે. અમે બજેટમાં 5 વર્ષમાં 20 લાખ નોકરી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તે માટે અમે માળખુ તૈયાર કરી લીધુ છે. અમે કોઈપણ સંજોગોમાં આ કામ પૂર્ણ કરીશું. અમારી પાર્ટી દેશ ભક્ત પાર્ટી છે. અમે જ્યારે લાલબત્તી પર ઉભા રહીએ તો બાળકો ભીખ માંગતા આવે છે. કારનો કાચ ખખડાવે છે, આ જોઈને ખરાબ લાગે છે. આ બાળકોના કલ્યાણ માટે કોઈએ વિચાર્યું નહીં. અમે વિચાર્યું છે, આ બાળકોને ભણાવીશું. અમે ટ્રાફિક સિગ્નલ પર રહેતા બાળકો માટે 10 કરોડના ખર્ચે સ્કૂલ બનાવીશું. 


આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કેટલા બહારના લોકોએ સંપત્તિ ખરીદી? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ


હું ખુદ ઝુપડીઓમાં રહ્યો
તેમણે કહ્યું કે, અમે રોજગાર બજેટ એટલે તૈયાર કર્યું છે કારણ કે અમારી વિચારધારા એવી છે. અમારી વિચારધારાના ત્રણ સ્તંભ છે. પ્રથમ કટ્ટર દેશ પ્રેમ, બીજો કટ્ટર ઈમાનદારી, ત્રીજો ઇન્સાનિયત. ગરીબોના દર્દને સમજવા માટે હું ઝુપડપટ્ટીમાં રહ્યો. ધોબી અને મોચીના બાળકો સરકારી શાળામાં જતા હતા અને પછી કામ પર લાગી જતા હતા. આ જોઈને દુખ થતું હતું. આ લોકો માટે હવે વ્યવસ્થા સારી થઈ છે. 


નેતાઓએ દેશને લૂંટ્યો
કેજરીવાલે કહ્યુ કે નેતાઓએ દેશને લૂંટ્યો છે. કોમન વેલ્થ ગેમ, 2જી, કોલસા કૌભાંડ, રાફેલ, સહારા, બિડલા, વિજય માલ્યા.. ત્યાં સુધી કે દેશના ડિફેન્સને પણ છોડ્યું નહીં. 75 વર્ષમાં ભ્રષ્ટાચાર માટે કોઈને જેલ થઈ નહીં. અમારે ત્યાં રેડ પાડી પણ કંઈ મળ્યું નહીં. જે દિવસે મળ્યું, ત્યારે હું ડબલ સજા અપાવીશ. આ હું ખુદ બોલ્યો છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube