નવી દિલ્હી : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) માટે દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ ગુરૂવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો ઇશ્યું કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સાતેય લોકસભા સીટો પર આમ આદમી પાર્ટી એકલી ચૂંટણી મેદાને છે. આમ આદમી પાર્ટીએ સંયોજક ગોપાલ રાય અને દિલ્હીનાં પોતાનાં તમામ ઉમેદવારોની હાજરીમાં આપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: થોડીવારમાં વારાણસીમાં શરૂ થશે પીએમ મોદીનો મેગા રોડ શો, જનસેલાબ ઉમટ્યો

આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, આ વખતે ચૂંટણી ભારતને બચાવવા માટેની છે. દેશના સંવિધાનને બચાવવા માટેની ચૂંટણી છે. ભારતમાં અનેક ધર્મના લોકો રહે છે, પહેલા આપણે ભારતીય છીએ આજે આપણી ભારતીય સંસ્કૃતી અને એકતા પર પ્રહાર થઇ રહ્યા છે, ભારતને જાતી અને ધર્મનાં નામે વહેંચવામાં આવશે તો ભારત નહી બચે. 
અમિત શાહના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર, કહ્યું- 'આતંકીઓ સાથે અમે ઈલુ ઈલુ ન કરી શકીએ'

કેજરીવાલે કહ્યું કે, અમિત શાહ અને મોદીની જોડીને કેન્દ્રમાં આવતી અટકાવવા માટે અમારે જે કાંઇ પણ કરવું પડશે અમે કરીશું. કેજરીવાલે કહ્યું કે, દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તેમણે કહ્યું કે, આજે દિલ્હીને સમગ્ર વિશ્વમાં રેપ કેપિટલ તરીકે જોવામાં આવે છે, કારણ કે પોલીસ અમારી સાથે નથી. 


PM મોદી બાહુબલી છે, NDA પ્રચંડ બહુમતથી જીતશે: દેવેન્દ્ર ફડણવીસ

મોદી-શાહ સત્તામાં આવશે તો રાહુલ ગાંધી જવાબદાર હશે
કેજરીવાલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહી થઇ શકવા માટે કોંગ્રેસનાં ગઠબંધનને જવાબદાર ઠેરવતા કહ્યું કે, કોંગ્રેસ ટ્વીટર પર ગઠબંધન કરવાનાં પ્રયાસો કરી રહ્યું હતું. કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ તમામ રાજ્યોમાં વિપક્ષાં ગઠબંધનને નબળું પાડી રહ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ગઠબંધન માટે આપે દરેક શક્ય પ્રયાસો કર્યા પરંતુ કોંગ્રેસ વારંવાર પોતાની શર્તો બદલ્યા કર્યું જેનાં પરથી સાબિત થયું કે તે ગઠબંધન કરવા નથી ઇચ્છતું. કેજરીવાલે કહ્યું કે, જો ફરીથી મોદી અને શાહની જોડી સત્તામાં આવે છે તો તેના માટે માત્ર અને માત્ર એક જ વ્યક્તિ જવાબદાર છે અને તે રાહુલ ગાંધી છે.