PM મોદી બાહુબલી છે, NDA પ્રચંડ બહુમતથી જીતશે: દેવેન્દ્ર ફડણવીસ

ZEE ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એનડીએ 2014 કરતા વધુ મોટી જીત મેળવશે. તેમણે કહ્યું કે આ વખતે મધ્યમ વર્ગથી વધુ ગરીબ વર્ગના લોકો પીએમ મોદીને સપોર્ટ કરી રહ્યાં છે. 

PM મોદી બાહુબલી છે, NDA પ્રચંડ બહુમતથી જીતશે: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું કે લોકસભા ચૂંટણી 2019ની લડાઈ 2014 કરતા સરળ છે. ZEE ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એનડીએ 2014 કરતા વધુ મોટી જીત મેળવશે. તેમણે કહ્યું કે આ વખતે મધ્યમ વર્ગથી વધુ ગરીબ વર્ગના લોકો પીએમ મોદીને સપોર્ટ કરી રહ્યાં છે. 

'શિવસેના-ભાજપ ભાઈ છે'
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાહુબલી છે, તેમના નેતૃત્વમાં એનડીએ પ્રચંડ જીત મેળવશે. આ વખતે મહારાષ્ટ્રમાં પણ એનડીએ ગત વખત કરતા વધુ બેઠકો જીતશે. મહારાષ્ટ્રમાં પીએમ મોદીને અપાર જનસમર્થન મળી રહ્યું છે. ધોમધખતા તાપમાં પણ ભારે ભીડ ઉમટી રહી છે. શિવસેના સાથેના ગઠબંધન પર સીએમ ફડણવીસે કહ્યું કે ત્રીસ વર્ષોથી અમે સાથી રહ્યાં છીએ અને ત્રણ વર્ષ અમારી અને શિવસેના વચ્ચે અણબન રહી. ઉદ્ધવ ઠાકરે પોતે કઈં બોલે છે તો અમે તેનું રિએક્શન આપીએ છીએ. પરંતુ હવે બધુ બરાબર છે. અમે મનમોટાવને ભૂલીને આજે સાથે છીએ. અમે બંને ભાઈઓ છીએ અને સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. 

એનડીએ વિરુદ્ધ રાજ ઠાકરેના પ્રચાર પર સીએમ ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બધી ચૂંટણીઓ હારી રહી છે. રાજ ઠાકરેના મનમાં એક દર્દ છે કે પીએમ મોદીના કારણે તેમની રાજકારણની દુકાન બંધ થઈ ગઈ છે. 

'સાધ્વી પ્રજ્ઞાએ કરકરે પર નિવેદન આપીને ભૂલ કરી'
મુંબઈ હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરે ઉપર ભાજપના નેતા સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ફડણવીસે કહ્યું કે જે પણ નિવેદન આપ્યું તે તદ્દન ખોટું છે. સાધ્વીએ આવા નિવેદનોથી બચવું જોઈએ. સાધ્વીને પણ પોતાની ભૂલનું ભાન થયું છે. તેમણે માફી માંગી લીધી છે. ફડણવીસે કહ્યું કે જો પાર્ટી કહેશે તો સાધ્વી પ્રજ્ઞા માટે પ્રચાર કરીશ, જે પણ પાર્ટીના ઉમેદવાર છે  તે અમારા બધાના ઉમેદવાર છે. 

જુઓ LIVE TV

પીએમ મોદી માટે કોઈ જોખમ નથી શરદ પવાર
મહારાષ્ટ્રના સીએમએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી માટે શરદ પવાર કોઈ ખતરો પેદા કરી શકે તેમ નથી. મહાગઠબંધન ક્યાં બન્યું છે. બધા અલગ અલગ લડી રહ્યાં છે. શરદ પવાર સાથે અમારે અંગત કોઈ શત્રુતા નથી, તેઓ અમારા એક રાજકીય વિરોધી છે. મોદીજીને પ્રચંડ બહુમત મળવાનું છે. 

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પહેલા દિવસથી જ સતત ખોટું બોલી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ પર ટિપ્પણી કરે છે. તે કેટલી શરમજનક વાત છે. અયોધ્યા અમારા ભગવાન રામની નગરી છે. વડાપ્રધાને ત્યાં જવું જ જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news