નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે મોટી જાહેરાત કરી છે. રાજધાનીમાં કોરોના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં હવે ડીઝલના ભાવમાં 8.36 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના સીએમે કહ્યું કે, દિલ્હીમાં હાલ 82 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે, હવે 30 ટકાથી ઘટાડીને વેટ 16 ટકા કરવામાં આવે છે. તેનાથી ડીઝલના ભાવમાં 8 રૂપિયા સુધીનો ઘટાડો થશે. હવે ડીઝલનો ભાવ 73.64 રૂપિયા થશે. 


ગુરૂવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે કેબિનેટે રાજ્યમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં હવે લોકો કામ પર પરત ફરી રહ્યાં છે, માહોલ સુધરી રહ્યો છે અને કોરોનાના કેસ પણ ઓછા થઈ રહ્યાં છે. 


અરવિંદ કેજરીવાલ તરફથી જાહેરાત કરવામાં આવી કે સતત વેપારીઓ અને ફેક્ટરીએ તેમની સાથે વાત કરીને અપીલ કરી હતી. તેવામાં હવે સરકાર તરફથી રાહત આપવામાં આવી છે જેથી દિલ્હીમાં કામકાજ શરૂ થઈ શકે. 


મણિપુરઃ સેના પર ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 6 ઈજાગ્રસ્ત


તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંકટ અને લૉકડાઉન વચ્ચે દેશમાં ઘણા દિવસો સુધી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. 


આ વચ્ચે દિલ્હીમાં પ્રથમવાર ડીઝલનો ભાવ 80 રૂપિયાની ઉપર પહોંચી ગયો હતો, જેના પર વિવાદ પણ થયો હતો. પરંતુ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું કે દિલ્હીમાં વેટ વધુ છે તેથી ભાવ વધુ લાગી રહ્યાં છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય દિલ્હીની જનતાને રાહત આપી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube