Delhi Excise Policy: દારૂ કૌભાંડ મામલે સીબીઆઈએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન પાઠવ્યું છે. 16 એપ્રિલના રોજ સવારે 11 વાગે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈએ આ સમન એવા સમયે મોકલ્યું છે કે જ્યારે આ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા જેલમાં બંધ છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓએ અનેક ધરપકડો પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે સીબીઆઈની પૂછપરછમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે. આ ઉપરાંત પાર્ટીએ આરોપ પણ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ દબાણ બનાવવા માંગે છે. સંજય સિંહે ટ્વીટ કરીને તેને અત્યાચાર ગણાવ્યો. તેમણે લખ્યું કે અત્યાચારનો અંત જરૂર થશે. આ ઉપરાંત તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને તેમાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે 16તારીખના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર રચાયું છે. તેનાથી અરવિંદ કેજરીવાલનો અવાજ બંધ થશે નહીં. તે દેશના એક એક ઘર, ગલી મહોલ્લામાં પહોંચશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube