મારપીટ વિવાદ બાદ પહેલીવાર સીએમ કેજરીવાલ સાથે બેઠકમાં સામેલ થયા મુખ્ય સચિવ
બેઠકની થોડી કલાકો પહેલા મુખ્ય સચિવ અંશુ પ્રકાશે કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે, તે બજેટના મહત્વપૂર્ણ મામલામાં વાતચીત કરવા તે માનીને સામેલ થશે કે મુખ્યમંત્રી ખાત્રી આપે કે બેઠકમાં સામેલ થનારા અધિકારીઓ પર કોઈ શારીરિક હુમલો કે માનસિક હુમલો કરવામાં આવશે નહીં.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે આજે દિલ્હી વિધાનસભાના બજેટ સત્રની તારીખોને અંતિમ રૂપ આપવા માટે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ભાગ લીધો હતો. ગત સપ્તાહે તેમની પર આપના ધારાસભ્યો દ્વારા કથિત રૂપે હુમલો કર્યા બાદ મુખ્યપ્રધાન કેજરીવાલ સાથે તેની પ્રથમ સરકારી બેઠક હતી. કેબિનેટમાં નિર્ણય કરવામાં આવ્યો કે 16 માર્ચથી 28 માર્ચ સુધી દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે.
બેઠક પહેલા કેજરીવાલને લખ્યો પત્ર
બેઠકની થોડી કલાકો પહેલા પ્રકાશે મુખ્ય પ્રધાન કેજરીવાલને લખેલા એક પત્રમાં કહ્યું કે, બજેટના મહત્વપૂર્ણ મામલા પર વાતચીત માટે તેઓ બેઠકમાં તેમ માનીને સામેલ થશે કે મુખ્યપ્રધાન સુનિશ્ચિત કરશે કે બેઠકમાં સામેલ થનારા કોઈ અધિકારીઓ પર શારીરિક હુમલો કે મૌખિક હુમલો કરવામાં આવશે નહીં. મુખ્યપ્રધાનના આવાસ પર 19 ફેબ્રુઆરીએ મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં કેટલાક ધારાસભ્યો પર મુખ્ય સચિવ સાથે મારપીટ કરવાનો આરોપ છે. આ ઘટના બાદ કેજરીવાલ સાથે મુખ્ય સચિવની પ્રથમ બેઠક હતી.
બજેટ પસાર કરવું મહત્વપૂર્ણ કામ
પ્રકાશે પોતાના પત્રમાં લખ્યું, દિલ્હી વિધાનસભાના બજેટ સત્રની તારીખે નક્કી કરવાના મહત્વપૂર્ણ વિષયો પર વાતચીત કરવા માટે આજે મંત્રિમંડળની એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં બજેટ સત્રની તારીખો નક્કી કરવી અને બજેટ પસાર કરવું તે સરકારનું મહત્વનું કામ છે, તેથી આ સંબંધિત અધિકારીઓને બેઠકમાં સામેલ થઈશ.
તેમણે આશા વ્યક્ત કરી કે કેબિનેટની બેઠકમાં યોગ્ય વર્તન કરવામાં આવશે અને અધિકારીઓના સન્માનની રક્ષા થશે.