નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન એક્ટ(Citizenship Amendment Act) સામે અને જામિયામાં(Jamiya) થયેલી ઘટના પછી હવે નોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદમાં પણ આંદોલન તેજ બન્યું છે. પોલીસ તંત્ર સહિત દરેક જવાબદાર નાગરિકો લોકોને શાંતિની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) જનતાને શાંતિની અપીલ(Appeal for Peace) કરતા ટ્વીટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે (Kejriwal) લખ્યું કે, "મારી તમામ દિલ્હીવાસીઓને અપીલ છે કે શાંતિ (Peace) જાળવો રાખો. એકસભ્ય સમાજમાં કોઈ પણ પ્રકારની હિંસા સહન કરી શકાશે નહીં. હિંસાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. તમારી વાત શાંતિથી રજુ કરો."


જામિયા હિંસાઃ દેશની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રપતિ હસ્તક્ષેપ કરે- સોનિયા ગાંધી


31 પોલીસ અને 67 નાગરિક ઘાયલ, 35 વાહનોને લગાવાઈ આગઃ દિલ્હી પોલીસનો રિપોર્ટ


ઉલ્લેખનીય છે કે, નાગરિક્તા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય રાજધાની સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શને હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં જાહેર સંપત્તિને નુકસાન કરવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...