31 પોલીસ અને 67 નાગરિક ઘાયલ, 35 વાહનોને લગાવાઈ આગઃ દિલ્હી પોલીસનો રિપોર્ટ
નાગરિક્તા સુધારા કાયદો(Citizenship Amendment Act) લાગુ થયા પછી રવિવારે ન્યુ ફ્રેન્ડ કોલોની ખાતે ચાર બસને આગ લગાડવાની ઘટના સાથે હિંસાની શરૂઆત થઈ હતી. તેમાંથી કેટલાક લોકો જામિયા મિલિય ઈસ્લામિયા યુનિવર્સિટીના(Jamia Milia Islamia Campus) કેમ્પસ ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે(Delhi Police) મંગળવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને(MHA) રવિવારે જામિયા નગર હિંસા(Jamia Violence) અંગેનો એક રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટ અનુસાર હિંસામાં 31 પોલીસ જવાન(31 cops) અને 67 નાગરિક(67 People) ઘાયલ થયા હતા. પોલીસ જવાનને મેડિકો-લીગલ કેસની સારવાર લેવી પડી હતી. હિંસામાં 14 બસ અને 20 કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનામાં 47 લોકોની(47 arrested) ધરપકડ કરી હતી.
નાગરિક્તા સુધારા કાયદો(Citizenship Amendment Act) લાગુ થયા પછી રવિવારે ન્યુ ફ્રેન્ડ કોલોની ખાતે ચાર બસને આગ લગાડવાની ઘટના સાથે હિંસાની શરૂઆત થઈ હતી. તેમાંથી કેટલાક લોકો જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના(Jamia Milia Islamia Campus) કેમ્પસ ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જામિયા નગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું અહીં પોલીસ સાથે ઘર્ષણ શરૂ થયું હતું. પોલીસે જ્યારે કડક પગલાં લીધા ત્યારે પરિસ્થિતિ વણસી ગઈ હતી.
દિલ્હી પોલીસ સાઉથ-ઈસ્ટના કમિશનર ચિન્મય બિસ્વાલે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, "લગભગ 2000 લોકોનું ટોળું હિંસક બન્યું હતું અને તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. આ ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં 6 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા."
મંગળવારે દિલ્હી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં ગુનાઈત બેકગ્રાઉન્ડ ધાવતા 10 લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધી એક પણ વિદ્યાર્થીને પકડવામાં આવ્યો નથી. આ ઉપરાંત 15 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે