Hemant Soren And Arvind Kejriwal ED News: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે આ ચૂંટણી પહેલા જ દેશના બે મુખ્યમંત્રી પર ધરપકડની તલવાર લટકી રહી છે. બંને રાજ્ય વિપક્ષ શાસિત છે અને તેમના મુખ્યમંત્રીઓને વારાફરતી ઈડીનું સમન આવી રહ્યું છે પરંતુ તેઓ આમ છતાં હાજર થવાનું નામ લેતા નથી. હવે તમને પણ એમ થતું હશે કે કયા રાજ્યના મુખ્યમંત્રી છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યાદીમાં પહેલું નામ છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું છે જેમની કથિત દારૂ કૌભાંડમાં પૂછપરછ થવાની છે. આ કેસમાં તેમના અનેક પૂર્વ સહયોગીઓ જેલમાં છે. બીજુ નામ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું છે. તેઓ વારંવાર બોલાવવા છતાં પૂછપરછમાં ન આવતા હવે ઈડીએ કહ્યું છે કે તમે તમારા હિસાબથી સમય, તારીખ અને જગ્યા જણાવો જેથી કરીને પૂછપરછ થઈ શકે. તેમના પર દબાણ વધતા જોયું તો અચાનક એક વિધાયકનું રાજીનામું પડ્યું અને રાંચીના રાજકીય વર્તુળોમાં ચર્ચા થવા લાગી કે સંભવિત કાર્યવાહીને જોતા સીએમ પોતાના પત્નીને મુખ્યમંત્રી બનાવવાની રણનીતિ બનાવી ચૂક્યા છે. બંને વિપક્ષી પાર્ટીઓ ઈડીના સમનને રાજકારણથી પ્રેરિત ગણાવી રહી છે. 


દિલ્હીના મુખ્યમંત્રીને ઈડીએ પહેલીવાર 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે કેજરીવાલ ઈડી સામે હાજર થવા કરતા લેખિતમાં જવાબ મોકલી દે છે અને તે જ દિવસે ચૂંટણી પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મધ્ય પ્રદેશ જતા જોવા મળ્યા. બે વધુ સમન આવ્યા પરંતુ દિલ્હીના સીએમએ ઈડી પર જ સવાલ ઊભા કરી દીધા. ઈડીએ કેજરીવાલને બીજુ સમન 18 ડિસેમ્બરે મોકલ્યું અને 21 ડિસેમ્બરે વળી પાછું સમન પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા. એકવાર ફરીથી મુખ્યમંત્રી કેજરીવાલે લેખિતમાં જવાબ મોકલ્યો અને જણાવ્યું કે પહેલાથી વિપશ્યના કાર્યક્રમ નિર્ધારિત છે અને તેઓ પંજાબના હોશિયારપુર જતા રહ્યા. 10 દિવસ બાદ વિપશ્યના સાધનાથી પાછા ફર્યા અને 30 ડિસેમ્બરે ટ્વીટ કરીને જાણકારી આપી તો સોશિલ મીડિયા પર અનેક લોકોએ 'જેલ જવાની તૈયારી'ની વાત લખવાની શરૂ કરી દીધી. 


કેજરીવાલે બંને લેખિત જવાબમાં ઈડીના સમન પર સવાલ ઊભા કર્યા હતા અને ઈડીને જ પૂછ્યું હતું કે તેઓ તેમને કઈ હેસિયતથી બોલાવી રહ્યા છે. તેમણે એવું પણ લખ્યું કે એવું લાગે છે કે સમન ભાજપના ઈશારે મોકલવામા આવ્યું છે જે રાજકારણથી પ્રેરિત છે. આથી આ સમન ગેરકાયદેસર છે અને ઈડીએ તેને તત્કાળ પાછું લેવું જોઈએ. છેલ્લે તેમણે લખ્યું હતું કે મે મારું જીવન પૂરી ઈમાનદારીથી અને પારદર્શકતાથી વિતાવ્યું છે. મારી પાસે છૂપાવવા જેવું કશું નથી, મારું જીવન ખુલ્લી કિતાબ છે. હવે ત્રીજીવાર સમન મોકલીને અરવિંદ કેજરીવાલને આજે એટલે કે 3 જાન્યુઆરીએ ઈડી સામે પૂછપરછ માટે હાજર થવાનું છે. સવાર સુધી સસ્પેન્સ છે કે તેઓ સામેલ થશે કે નહીં કે પછી લેખિત જવાબ મોકલશે. 


બીજી બાજુ સીએમ સોેરને ગાંડેય વિધાનસભા બેઠકથી પત્ની કલ્પના સોરેનની ચૂંટણી લડવાની વાતો ફગાવી છે. તેમણે કહ્યું કે આ ભાજપની કોરી કલ્પના છે. તે પહેલા ભાજપે દાવો કર્યો હતો કે વિધાયક પદ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હા જેનાથી ઈડીની તપાસથી પેદા થયેલી કોઈ પણ પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના પત્ની ચૂંટણી લડી શકે. 


લાભના પદ સંલગ્ન કથિત ભ્રષ્ટાચાર મામલામાં ઈડીએ અનેકવાર સીએમ સોરેનને સમન મોકલ્યું છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ઓગસ્ટ 2022માં ઝારખંડના તત્કાલિન રાજ્યપાલ રમેશ બેસને એક પત્ર મોકલ્યો હતો, જેમાં માનવામાં આવે છે કે તેમને વિધાયક તરીકે અયોગ્ય જાહેર કરવાની ભલામણ કરવામાં આવી હતી કારણ કે રાજ્યા મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમને અપાયેલા ખનન પટ્ટાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જો કે બેસ કે તેમના ઉત્તરાધિકારી સીપી રાધાકૃષ્ણને તે પત્ર ખોલ્યો. 


5 જાન્યુઆરી પછી શું થશે?
મુખ્યમંત્રીના એક નીકટના સહયોગીએ પીટીઆઈને જણાવ્યું કે ગાંડેય સીટ ખાલી કરવી એક તગડી ચાલ છે. એવી આશંકા છે કે ઈડીના સોરેનથી પૂછપરછ દરમિયાન રાજ્યપાલ પત્ર ખોલશે અને એજન્સીને મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી આપશે. જો સોરેને વિધાનસભાની સદસ્યતા છોડવી પડે તો તેઓ ચૂંટાયા વગર છ મહિના સુધી મુખ્યમંત્રી તરીકે રહી શકે છે. નીકટની વ્યક્તિએ જણાવ્યું કે તે સમયગાળો પૂરો થયા બાદ પેટાચૂંટણી કરાવવાની જોગવાઈ રહેશે નહીં. કારણ કે નવેમ્બર ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આવામાં પ્રભાવી રીતે સોરેન આગામી વિધાનસભા ચૂંટણી સુધી મુખ્યમંત્રી રહેશે. 


તેમણે કહ્યું કે જો સોરેન પેટાચૂંટણી લડવાનો નિર્ણય કરે તો તેઓ ગાંડેયથી લડશે, તેમની હાલની સીટ બરહતીથી નહીં. કારણ કે તેનાથી લોકોમાં ખોટો સંકેત જશે. સોરેનના નીકટના વ્યક્તિએ જણાવ્યું કે મુખ્યમંત્રી એ સંદેશ આપવા માંગે છે કે તમારે (કેન્દ્રીય એજન્સીઓએ) જે કરવું હોય તે કરો, પરંતુ હું તૈયાર છું. આ બધા વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું કે ઈડી દ્વારા સોરેનને મોકલવામાં આવેલા સમનનો જવાબ આપવાની સમયમર્યાદા 5 જાન્યુઆરી પૂરી થઈ રહી છે. 


કેજરીવાલ-સોરેન પાસે શું વિકલ્પ?


1. આમ તો દિલ્હીના સીએમ પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ જેલમાં જવા માટે તૈયાર છે. આ કડીમાં આમ આદમી પાર્ટી એક અભિયાન ચલાવી ચૂકી છે. જેનું નામ હતું મૈ ભી કેજરીવાલ. AAP એ દાવો કર્યો છે કે તે લાખો લોકો સુધી પહોંચી અને લોકોએ કહ્યું કે જો કેજરીવાલે જેલમાં જવું પડશે તો સરકાર કેજરીવાલ જ ચલાવે. એવું કહેવાય છે કે ત્રીજા સમન પર પેશીને લઈને કેજરીવાલ કાનૂની મત લઈ રહ્યા છે. કથિત દારૂ કૌભાંડમાં સિસોદિયાથી લઈને સંજય સિંહ જેલમાં છે. આજે સમનના દિવસે કેજરીવાલ દિલ્હીમાં જ છે. બીજી બાજુ પાર્ટીના પ્રવક્તા કુલદીપ કુમારે કહ્યું કે દિલ્હીની જનતા કહે છે કે કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ નહીં. સ્પષ્ટ છે કે કેજરીવાલ જેલમાં જાય તો પણ સીએમ બની રહેશે. 


2. હેમંત સોરેનને સાતમું સમન મળ્યું પરંતુ તેઓ હાજર થશે નહીં. એવું માનવામાં આવે છે કે ધરપકડની સ્થિતિ પેદા થાય તો સોરેન રાજીનામું આપશે અને તેમના પત્નીને ઝારખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ઝારખંડની સેફ સીટના વિધાયકે રાજીનામું પણ આપી દીધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube