નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો આજે કરવામાં આવેલો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાહતની વાત એ છે કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમને જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલને ગળામાં ખરાશ અને તાવની ફરિયાદ છે. તેમણે રવિવારે બપોરે પોતાને આઇસોલેટ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી કેજરીવાલના ડાયાબિટીઝ પણ છે એટલા માટે ખાસકરીને સાવધાની વર્તવામાં આવી રહી છે. ખતરો પણ વધુ છે કારણે, દિલ્હી સચિવાલયમાં પણ અત્યાર સુધી કોરોનાના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. ડીડીએમએ, સ્વાસ્થ્ય વિભાગ અને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ કોરોના થઇ ચૂક્યો છે. 


દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ ફોન કરીને કેજરીવાલની ખબર અંતર પૂછ્યા હતા. પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કેજરીવાલના જલદી સ્વસ્થ્ય થવાની કામના કરી. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube