નવી દિલ્હીઃ દિલ્હીમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા છે. અહીં બંન્ને નેતા શાંતિ પ્રાર્થના કરી રહ્યાં છે. કેજરીવાલ સિસોદિયાની સાથે આમ આદમી પાર્ટીના અન્ય નેતા પણ હાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીના નેતાઓ સાથે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને ત્યાં મનીષ સિસોદિયા, ગોપાલ રાયની સાથે ધ્યાન અને પ્રાર્થના કરવા બેસી ગયા છે. 


શાંતિ પ્રાર્થના બાદ રાજઘાટ પર સીએમ અરવિંદ કેજરીવાલે મીડિયાને કહ્યું કે, દેશ દિલ્હીની હિંસાને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી હિંસાને લઈને સરકાર ચિંતિત છે. તેમણે કહ્યું કે, આ હિંસામાં જાન-માલ અને સંપત્તિને નુકસાન થયું છે. સીએમે જણાવ્યું કે, જો હિંસા વધશે તો તેની અસર બધા પર પડશે. સીએમે કહ્યું કે, અમે બધા ગાંધીજીની સામે શાંતિ પ્રાર્થના કરીએ છીએ જે અહિંસાના પુજારી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...


જુઓ LIVE TV