નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) કોવિડ 19 (Covid-19) ના કેસ ઓછા થતાં આગામી અઠવાડિયાથી રાજધાનીમાં લગાવેલા લોકડાઉન (Lockdown) વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 જૂનથી મળશે છૂટ
પોતાની પત્રકાર પરિષદમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી જરૂરી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર હવે 1 ટકાથી ઓછો છે. એટલે કે સ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે. એટલા માટે ધીમે ધીમે ઘણું બધુ ખોલવામાં આવી રહ્યું છે. 


મેટ્રો પણ દોડશે
તાજા આદેશ અનુસાર હવે દિલ્હીના બજારોને, મોલને ઓડ ઇવન બેસિસ પર ખોલવામાં આવી રહ્યા છે. તેના ટાઇમિંગનો સમય સવારે 10 થી 8 વાગ્યા સુધી રહેશે. તો બીજી તરફ સરકારી ઓફિસો પણ ખોલવામાં આવી રહી છે. જ્યાં કર્મચારી 50 ટકા હાજરી સાથે કામ કરી શકશે. તો બીજી તરફ 50 ટકા ક્ષમતા સાથે દિલ્હી મેટ્રો ચાલુ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇ કોમર્સ દ્વારા પણ આપૂર્તિ ચાલુ રહેશે. 

Corona Update: 6 એપ્રિલ બાદ આજે નોંધાયા સૌથી ઓછા કોરોનાના કેસ, 24 કલાકમાં 3380 સંક્રમિતોના મોત


ગત અઠવાડિયે સરકારે દિલ્હીમાં તબક્કાવાર રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરતાં ઉત્પાદન અને બાંધકામ પ્રવૃત્તિઓની અનુમતિ આપી હતી. દિલ્હીમાં લોકડાઉન (Lockdown) 19 એપ્રિલને લગાવવામાં આવ્યું હતું. 


ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી
સીએમએ કહ્યું કે કોરોનાની ત્રીજે લહેર વિશે પણ વાત કરી રહ્યા છીએ કે અમે તેની તૈયારીમાં લાગી ગયા છીએ. દિલ્હી સરકારે શુક્રવારે આ વિષયમાં 6 કલાક સુધી 2 અલગ-અલગ બેઠક આયોજિત કરી છે જેમાં મહત્વપૂર્ણ રણનીતિ બનાવવામાં આવી છે. આ વખતે કોરોનાની પીક આવી હતી એક દિવસમાં લગભગ 28 હજાર કેસ સામે આવ્યા હતા. આગામી પીક જો આવશે તો 37 હજાર માનીને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube