Corona Update: 6 એપ્રિલ બાદ આજે નોંધાયા સૌથી ઓછા કોરોનાના કેસ, 24 કલાકમાં 3380 સંક્રમિતોના મોત

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કેસ દરરોજ ઘટી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણનો દૈનિક દર લગભગ 6 ટકા છે, જ્યારે કોરોના સંક્રમણથી સ્વસ્થ્ય થનારનો દર (Recovery Rate) પણ 93 ટકાથી ઉપર છે. 

Corona Update: 6 એપ્રિલ બાદ આજે નોંધાયા સૌથી ઓછા કોરોનાના કેસ, 24  કલાકમાં 3380 સંક્રમિતોના મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona virus) સંક્રમણના 1,20,529 નવા કેસ કેસ આવ્યા બાદ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,86,94,879 થઇ ગઇ છે. તો બીજી તરફ 3,380 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 3,44,082 થઇ ગયા છે. આ પ્રકારે 1,97,894 નવા ડિસ્ચાર્જ બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,67,95,549 થઇ ગઇ છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ એટલે કે એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ આંકડો 15,55,248 ના નિશાન પર છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય (Health  Ministry) ના અધિકારી લવ કુમારના અનુસાર 28 મેથી સતત નવા કેસ સામે આવનાર કોરોના કેસ બે લાખથી ઓછા થયા છે. તો બીજી તરફ દરરોજ સરેરાશ 100થી વધુ નવા કેસ સામે આવનાર જિલ્લામાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. આ પહેલાં આટલા ઓછા કોરોનાના કેસ 6 એપ્રિલ (1.15 લાખ) નોંધાયા હતા. તો બીજી તરફ આજે દેશમાં સતત 23મા દિવસે કોરોના વાયરસના નવા કેસથી વધુ રિકવરી નોંધાઇ છે.  

દેશનું કોરોના બુલેટિન
દરરોજ સરેરાશ 100થી વધુ નવા કેસ સામે આવનાર જિલ્લાઓમાં સતત ઘટાડો આવ્યો છે. આ પ્રકારે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વયરસની 36,50,080 વેક્સીન લગાવી છે, ત્યારબાદ વેક્સીનેશનનો આંકડો 22,78,60,317 થઇ ગયો છે. 

58 દિવસમાં સૌથી ઓછા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કોરોના સંક્રમણની ગતિ પર બ્રેક લાગતી જોવા મળી રહી છે પરંતુ કોવિડ મહામારીથી મરનારાઓના આંકડામાં ઉતાર-ચઢાવ યથાવત છે. ગત 24 કલાકમાં લગભગ 1.20 લાખ નવા કોરોનાના કેસ (New Corona Case) સામે આવ્યા છે. એટલે કે ગત 24 કલાક દરમિયાન જે નવા દર્દીઓ મળ્યા તે કુલ 58 દિવસ બાદ એટલે કે લગભગ બે મહિનામાં અત્યાર સુધી એક દિવસમાં સૌથી ઓછા નવા કેસ છે. 

રિકવરી રેટ 93% થી ઉપર
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કેસ દરરોજ ઘટી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણનો દૈનિક દર લગભગ 6 ટકા છે, જ્યારે કોરોના સંક્રમણથી સ્વસ્થ્ય થનારનો દર (Recovery Rate) પણ 93 ટકાથી ઉપર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news