નવી દિલ્હી: સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોના (Covid 19) ના કેસમાં ઝડપથી વધારો થયો છે. સ્વાસ્થ્ય વિભાગના તાજેતરના આંકડા અનુસાર, દિલ્હીમાં કોરોનાના કેસોમાં (Delhi Corona Update) અચાનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન 8 કોરોના સંક્રમિત દર્દીઓના મોત (Delhi Corona Death) પણ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 10,665 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યમાં સંક્રમણનો દર વધીને 11.88 ટકા થયો છે. તો બીજી તરફ આજે નવા નોંધાયેલા કેસ બાદ દિલ્હીમાં સક્રિય સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 23,307 થઈ ગઈ છે.


ગત 24 કલાકમાં 89,742 લોકોએ કરાવ્યા ટેસ્ટ
તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન 2,239 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 89,742 (72,145 RTPCR અને 17,597 એન્ટિજેન ટેસ્ટ) લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીની 10474 હોસ્પિટલોમાંથી 782 હોસ્પિટલો કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં 782 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube