નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના મામલા 8 લાખને પાર પહોંચી ચુક્યા છે. 22 હજારથી વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે, પરંતુ રાહતની વાત છે કે તેની ગતિમાં ઘટાડો થયો છે. પહેલા જ્યાં દિલ્હીમાં સરેરાશ 3 હજારથી વધુ નવા મામલા સામે આવી રહ્યાં હતા, તો હવે છેલ્લા 24 કલાકમાં 1781 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 34 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 1,10,921 થઈ ગયા છે. તો મૃતકોની સંખ્યા વધીને 3334 થઈ ગયા છે. રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ પણ 20 હજારથી નીચે થઈ ગયા છે. અહીં 19,895 એક્ટિવ કેસ છે. 


દિલ્હીમાં કોરોના કેસનો રિકવરી રેટ રેકોર્ડ  79% થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 2998 લોકો સાજા થયા છે. અત્યાર સુધી 87692 લોકો રિકવર થઈ ગયા છે. અહીં પર 11,598 દર્દી હોમ આઇસોલેશનમાં છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 21,508 ટેસ્ટ થયા છે. અત્યાર સુધી 7,68,617 ટેસ્ટ થઈ ચુક્યા છે. 


ભારત સાથે સંબંધ મજબૂત કરવામાં 6 દાયકા લગાવ્યા, વિદેશ મંત્રીનો US પર કટાક્ષ


દેશમાં કેટલા કેસ
દેશમાં કોરોના વાયરસથી સંક્રમણના મામલા 8,35,294 છે. દેશમાં મૃતકોની સંખ્યા પણ 22 હજાર 339 થઈ ગઈ છે. પરંતુ રાહતની વાત તે છે કે અત્યાર સુધી 5 લાખ 27 હજારથી વધુ સંક્રમિત કોરોનાને માત આપીને સ્વસ્થ થઈ ચુક્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 2,85,014 છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube